બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Gandhiji would have been killed 10 days earlier Know how the conspiracy to kill Bapu was formed

ગાંધી નિર્વાણ દિન / ...તો કદાચ 10 દિવસ અગાઉ જ ગાંધીજીની હત્યા થઇ ગઇ હોત! જાણો કઇ રીતે બાપુની હત્યાનું કાવતરું રચાયું?

Megha

Last Updated: 09:37 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી પરંતુ તેનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી જ શરૂ થઈ ગયું હતું. પહેલા ગાંધીજીની હત્યાની તારીખ 20મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી.

  • આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. 
  • ગાંધીજીની હત્યાનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી જ શરૂ થઈ ગયું હતું. 
  • ગાંધીજીની હત્યાની તારીખ 20મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી.

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. આજથી 76 વર્ષ પહેલા 30 જાન્યુઆરી 1948માં નવી દિલ્લી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી.  ગોળી વાગતા જ બાપુ ઢળી પડયા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. 

Today, January 30 is the 73rd death anniversary of Mahatma Gandhi

જે સમયે મહાત્મા ગાંધી દિલ્હીમાં ઉપવાસ દ્વારા દેશમાં ભાઈચારો વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પુણેમાં એક ખતરનાક ષડયંત્ર આકાર લેવા લાગ્યું હતું. નારાયણ આપ્ટે અને દિગંબર બેજ 17 નવેમ્બરના રોજ પૂનામાં મળ્યા. આપ્ટેએ બેજને હથિયારોની વ્યવસ્થા કરવા કહ્યું હતું. એ બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી પરંતુ તેનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી જ શરૂ થઈ ગયું હતું. ગાંધીજીની હત્યાની તારીખ 20મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે દિવસે હત્યારાઓ નિષ્ફળ ગયા હતા. 

મહાત્મા ગાંધી પર પ્રથમ હત્યાનો પ્રયાસ 20 જાન્યુઆરી 1948ના રોજ થયો હતો, એટલે કે તેમના મૃત્યુના 10 દિવસ પહેલા. જો કે, તેઓ આ હુમલામાં બચી ગયા હતા. તેમના અંતિમ દિવસોમાં, ગાંધીજીએ તેમના મૃત્યુની આગાહી કરી હતી જાણે કે તેઓ જાણતા હોય કે 30 જાન્યુઆરી અથવા તે પહેલાં તેમની સાથે આવું કંઈક થવાનું છે. તેમણે ઘણા અખબારો, જાહેર સભાઓ અને પ્રાર્થના સભાઓ દ્વારા ઓછામાં ઓછા 14 વખત આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. 21 જાન્યુઆરીએ ગાંધીજીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખૂબ જ નજીકથી ગોળીબાર કરે અને હું સ્મિત સાથે તે ગોળીઓનો સામનો કરું અને મારા હૃદયમાં રામનું નામ લે તો હું અભિનંદનને પાત્ર છું.

20 જાન્યુઆરી 1948ના રોજ શું થયું હતું? 
નારાયણ આપ્ટે, ​​વિષ્ણુ કરકરે, દિગંબર બેજ અને શંકર કિસ્તૈયા વહેલી સવારે બિરલા હાઉસ પહોંચ્યા. ચારેયે બિરલા હાઉસની રેકી કરી અને થોડીવાર પછી બહાર આવ્યા હતા. નારાયણ આપ્ટેએ તેમને પ્રાર્થના સ્થળ બતાવ્યું જ્યાં ગાંધીજી પ્રાર્થના કરતા હતા. આ સિવાય ગાંધીજી જ્યાં બેસતા હતા તે જગ્યા પણ બારીમાંથી બતાવવામાં આવી હતી. પછી બધા બહાર આવ્યા. નારાયણ આપ્ટેએ બિરલા હાઉસના બીજા ગેટ તરફ ઈશારો કરીને કહ્યું કે ભીડનું ધ્યાન હટાવવા માટે અહીં ગન કોટન સ્લેબ વડે બ્લાસ્ટ કરવામાં આવશે. થોડા સમય પછી ચારેય હિંદુઓ મહાસભા ભવન ગયા.

તમામ આયોજન બાદ શસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નથુરામ ગોડસે અને કરકરે પાસે હેન્ડ ગ્રેનેડ હતા જ્યારે કિસ્તૈયા પાસે રિવોલ્વર હતી. 20 જાન્યુઆરીએ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ નહતા થયા. 20 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં પ્રાર્થના સભામાં બાપુના ભાષણ દરમિયાન તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોનો મૂળ પ્લાન પણ ભીડમાં ગ્રેનેડ ફેંકવાનો હતો.  

મહાત્મા, બાપુ અને રાષ્ટ્રપિતા... કોને આપ્યા હતા આ નામ? જાણો ગાંધીજીના જીવન  સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો | Mahatma, Bapu and Father of the  Nation.who were given ...

બ્લાસ્ટ બાદ કેટલાક લોકો તે જગ્યાએ પહોંચ્યા જ્યાં બ્લાસ્ટ થયો હતો. મદનલાલ પાહવા ત્યાંથી થોડે દૂર ઊભા હતા અને એક વ્યક્તિએ કહ્યું કે તેણે જ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો અને એ બાદ મદનલાલ પકડાઈ ગયો હતો અને દિગંબર બેજ અને શંકર કિસ્તૈયા બિરલા હાઉસમાંથી ભાગી ગયા હતા.

વધુ વાંચો: બાપુની સરદાર પટેલ સાથેની એ વાત જે કાયમ માટે અધૂરી રહી ગઇ, જાણો કેમ બોલાવ્યા હતા

આ સાથે જ ગાંધીજીની હત્યા સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ઊંડો સંબંધ છે. આરોપી નાથુરામ ગોડસેને ગ્વાલિયરથી આ કેસમાં સંપૂર્ણ મદદ મળતી રહી. શસ્ત્રો, તેનું રિહર્સલ, મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું, બધું જ ગ્વાલિયરથી થયું. આ કામમાં હિન્દુ મહાસભાના નેતાઓએ ગોડસેને ઘણી મદદ કરી. હિન્દુ મહાસભાનો દાવો છે કે જે પિસ્તોલથી ગોડસેની હત્યા કરવામાં આવી હતી તે સિંધિયા વંશના આર્મી ઓફિસરની હતી. હિન્દુ મહાસભા આખા દેશમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ગ્વાલિયરમાં ગોડસેનું મંદિર બનાવ્યું એટલું જ નહીં, સવાર-સાંજ તેમની આરતી પણ કરી. જો કે કોંગ્રેસની સરકાર વખતે આ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ