બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / gadar 2 actor sunny deol revealed shah rukh khan had called before watching film

ગદર / ગદર 2 જોતાં પહેલા શાહરુખ ખાન અને સની દેઓલ વચ્ચે વર્ષો જૂની દુશ્મનાવટ થઈ દૂર, SRKએ સામેથી કર્યો ફોન, જાણો શું વાત થઈ

Manisha Jogi

Last Updated: 11:52 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. બોલીવુડના અનેક સેલેબ્સ સની દેઓલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બોલીવુડ કિંગ શાહરૂખ ખાને પણ સની દેઓલને શુભકામનાઓ પાઠવી છે.

  • સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી
  • અનેક સેલેબ્સ સની દેઓલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે
  • શાહરૂખ ખાને પણ સની દેઓલને શુભકામનાઓ પાઠવી

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને ટૂંક સમયમાં 500 કરોડના ક્લબમાં શામેલ થશે. બોલીવુડના અનેક સેલેબ્સ સની દેઓલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. બોલીવુડ કિંગ શાહરૂખ ખાને પણ સની દેઓલને શુભકામનાઓ પાઠવી છે. થોડા સમય પહેલા #asksrk સેશન દરમિયાન એક ફેને સવાલ પૂછ્યો હતો કે, શું તેમણે ફિલ્મ ‘ગદર 2’ જોઈ છે? જેના જવાબમાં શાહરૂખ ખાને ફિલ્મના વખાણ કર્યા હતા. સની દેઓલે તેના પર રિએક્શન આપ્યું છે. 

કિંગ ખાને સની દેઓલને કર્યો ફોન
સની દેઓલ અને શાહરૂખ ખાન હંમેશા એકબીજાથી દૂર રહ્યા છે. અગાઉ સની દેઓલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખ ખાન પર નિશાન સાધ્યું હતું. બંને અભિનેતાઓ વચ્ચે કોલ્ડ વોર રહ્યું અને 16 વર્ષ સુધી વાત કરી નહોતી. શાહરૂખ ખાન જૂની વાતો ભૂલી ગયા છે અને ‘ગદર 2’ જોયા પહેલા સની દેઓલને ફોન પણ કર્યો છે. શાહરૂખ ખાને જણાવ્યું કે, તેઓ ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. 

શાહરૂખ ખાને શું કહ્યું હતું?
મીડિયા રિપોર્ટ અનુસાર સની દેઓલે જણાવ્યું છે કે, ‘શાહરૂખ ખાને આ ફિલ્મ જોઈ છે અને તેની પહેલા ફોન કરીને મને શુભકામનાઓ પાઠવી છે. તેઓ ખૂબ જ ખુશ હતા. શાહરૂખ ખાને મને કહ્યું કે, ‘હું ખૂબ જ ખુશ છું અને તુ ખરેખર તેનો હકદાર છે.’ જેના જવાબમાં મેં થેંક્યૂ કહ્યું હતું.’ સની દેઓલ જણાવે છે કે, તેમણે શાહરૂખ ખાનના પત્ની ગૌરી ખાન સાથે પણ વાત કરી છે. અનેક વાર તેમણે શાહરૂખ ખાન સાથે ફોન પર વાત કરી તથા અનેક બાબતે વિચાર શેર કર્યા છે. 

વિવાદ બાબતે સની દેઓલનું નિવેદન
શાહરૂખ ખાન સાથે વિવાદ વધવાના સવાલ પર સની દેઓલે જણાવ્યું છે કે, ‘સમય સાથે બધુ સરખુ થઈ જાય છે અને આપણે આગળ વધીએ છીએ. તેવું જ થવું જોઈએ.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ