બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / G20 summit three guests attending G20 conference have indian origins

ગર્વ / G20 સમિટમાં આ ત્રણ વિદેશી મહેમાનો મૂળ ભારતીય: પૂણે-બલિયાથી લઈને પંજાબ સુધી છે નાતો

Dinesh

Last Updated: 12:09 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit : G-20 સમિટમાં આ વખતે નવ દેશોના પ્રમુખ મહેમાન તરીકે G-20 બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા છે, જેમાંથી એક દેશ મોરેશિયસ છે જેના વડાપ્રધાન પ્રવિંદ પણ ભારતીય મૂળના છે.

  • G20 Summitને લઈને વિશ્વના કેન્દ્ર સ્થાને ભારત 
  • આ સમિટમાં ભાગ લેવા ત્રણ નેતા મૂળ ભારતીય આવ્યા છે
  •  ઋષિ સુનક,  પ્રવિંદ જગન્નાથ, અજય બંગા છે મૂળ ભારતીય

G20 Summit : નવી દિલ્હીમાં આજથી બે દિવસીય જી-20 શિખર સંમ્મેલન શરૂ થયો છે. જી-20 સમૂહના દેશોના રાષ્ટ્રધ્યક્ષ, યુરોપીયન સંઘના પ્રતિનિધિ અને નવ મહેમાન દેશોના પ્રતિનિધિઓ આ શિખર સંમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.  તેમજ વૈશ્વિક સંગઠનોના પ્રમુખો અને પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  આ શિખર સંમ્મેલનમાં ભાગ લેવા માટે મૂળ ભારતીય નેતાઓનો પણ સમાવેશ થાય છે. 

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. સુનક ઓક્ટોબર 2022માં બ્રિટનના વડાપ્રધાન બન્યા છે. ઋષિ સુનકની માતા ફાર્માસિસ્ટ અને પિતા નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં તબીબ હતા. વેનચેસ્ટર કૉલેજમાં અભ્યાસ કર્યા પછી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલસૂફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. સ્ટૈનફોર્ડમાં અભ્યાસ કરતી વખતે તેઓ ભારતીય ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા હતી. ત્યારબાદમાં તેમણે અક્ષતા સાથે લગ્ન કર્યા. બંનેને બે દીકરીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. વર્ષ 2015માં સુનક પ્રથમ વખત રિચમંડમાં સાંસદ બન્યા. અત્રે જણાવી દઈએ કે, જ્યારે બોરિસ જોનસન યુરોપિયન યુનિયન છોડવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે સુનક તેમના સૌથી મોટા સમર્થક પૈકીના એક હતા.  

ઋષિ સુનકનો ભારત સાથે શું સંબંધ છે ?
ઋષિ સુનકનો જન્મ 12 મે 1980ના રોજ બ્રિટનના સાઉથેમ્પટનમાં થયો હતો. તેમની માતાનું નામ ઉષા સુનક અને પિતાનું નામ યશવીર સુનક છે. ત્રણ ભાઈ-બહેનોમાં તે સૌથી મોટો છે. સુનકના દાદા-દાદીનો જન્મ બ્રિટિશ શાસિત ભારતમાં થયો હતો. તેમનું જન્મસ્થળ ગુજરાંવાલા છે જે આધુનિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત છે. તેમના દાદા-દાદી પંજાબના રહેવાસી હતા. બાદમાં તે પોતાના બાળકો સાથે પૂર્વ આફ્રિકા ગયા હતા. ત્યાંછી તેમનો પરિવાર ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો અને ત્યારથી સુનકનો આખો પરિવાર ઈંગ્લેન્ડમાં રહે છે. સુનકની પત્ની અક્ષતા ભારતીય મૂળના માતા-પિતાનું સંતાન છે, હજુ પણ ભારતીય નાગરિકત્વ ધરાવે છે. અક્ષતા ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની પુત્રી છે. એક રિપોર્ટ અનુસાર પ્રોપર્ટીના મુદ્દે તેઓ બ્રિટનની મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ અમીર છે.  

મોરીશસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ
G-20 સમિટમાં આ વખતે નવ દેશોના પ્રમુખ મહેમાન તરીકે G-20 બેઠકમાં ભાગ લેવા માટે આવ્યા છે. જેમાંથી એક દેશ મોરેશિયસ છે જેના વડાપ્રધાન પ્રવિંદ પણ ભારતીય મૂળના છે. જેમનો જન્મ જગનાથનો જન્મ હિન્દુ આહીર પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય મૂળના હતા. જગન્નાથે બકિંધામ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. 2017થી તેઓ મોરેશિયસના વડાપ્રધાન છે. પ્રવિંદના પિતા અનિરુદ્ધ જગનાથનો જન્મ મોરીશસના પાલ્મા ભોજપુરી ભાષી હિંદુ ઈન્ડો-મોરીશસ પરિવારમાં થયો હતો. અનિરુદ્ધના દાદા 1870ના દાયકામાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી મોરીશસમાં સ્થળાંતર કરી ગયા હતા. મોરીશસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથએ એપ્રિલ 2022માં વારાણસીમાં તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગનાથની અસ્થિનું વિસર્જન કર્યું હતું. 

અજય બંગા - વિશ્વ બેંકના અધ્યક્ષ
G-20 સમિટમાં ભારત દ્વારા વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રમુખ અજય બંગાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગાએ સમિટમાં હાજરી આપી હતી. આ વર્ષે જૂનમાં ભારતીય અમેરિકન અજય બંગાએ વિશ્વ બેંકના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે તેઓ બે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ – વર્લ્ડ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) ના અધ્યક્ષપદ મેળવનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા છે. વિશ્વ બેંકના કાર્યકારી નિર્દેશકોએ 3 મે 2023ના રોજ બંગા (63)ને વિશ્વ બેંકના 14મા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બંગાને વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિશ્વ બેંકના પ્રમુખ અને માસ્ટરકાર્ડના ભૂતપૂર્વ સીઈઓ અજય બંગાના સંબંધ શિમલા સાથે છે. પુણેમાં જન્મેલા બંગાએ 70ના દાયકામાં શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલમાંથી પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. તેના પિતા આર્મીમાં ઓફિસર હતા. આ સમયગાળા દરમિયાન તેઓ થોડા સમય માટે શિમલામાં પોસ્ટેડ હતા. આ સમય દરમિયાન અજય બંગાને શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ