બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / g20 summit joe biden will come india with his left handed car know is it legal in india

G20 Summit / પોતાની સાથે 'લેફ્ટ હેન્ડ' કાર લઈને આવશે બાયડન: ભારતમાં લાગેલો છે પ્રતિબંધ, આપવામાં આવશે સ્પેશ્યલ પરમીશન

Arohi

Last Updated: 06:16 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit: ભારતમાં થવા જઈ રહેલી જી-20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પણ અહીં આવશે અને તે પોતાની સ્પેશિયલ કાર ભારતમાં લઈને આવશે.

  • ભારતમાં યોજાવાની છે G20 Summit
  • ભારત આવશે જો બાયડન 
  • પોતાની સ્પેશિયલ કાર લઈને આવશે

ભારતમાં થવા જઈ રહેલી G20 Summitમાં ઘણા દેશોની મહાન હસ્તિઓ શામેલ થશે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પણ આવશે. જ્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ બીજા દેશના પ્રવાસે જાય છે તો તેમની સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સુરક્ષાની જવાબદારી તેમની પર્સનલ સિક્યોરિટીની પાસે હોય છે. 

જ્યારે તે ભારત પણ આવે છે તો પોતાની સાથે પોતાની કાર, પ્લેન, સિક્યોરિટી ગાર્ડ્સ લઈને આવે છે. જે તેમને ખાસ સુરક્ષા આપે છે. જી-20 સમિટમાં શામેલ થવા માટે જ્યારે બાયડન આવશે તો પોતાની સાથે પોતાની કાર પણ લઈને આવશે. 

ભારતમાં કાર લાવવી ગેરકાયદેસર 
હકીકતે અમેરિકાના રાષ્ટ્રપતિની જે કાર છે તે લેફ્ટ હેન્ડેડ છે. ભારતમાં બધી કારો રાઈટ હેન્ડેડ છે. એવામાં સવાલ એ ઉઠે છે કે જો બાઈડનની કારને ભારતમાં ચલાવવી ગેર-કાયદેસર તો નહીં હોયને અને ભારતમાં લેફ્ટ હેન્ડેડ કારને લઈને શું નિયમ છે. જાણો લેફ્ટ હેન્ડેડ કારને લઈને ભારતમાં શું છે નિયમ...

ભારતમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કાર ગેરકાયદેસર છે? 
એક રિપોર્ટ અનુસાર ભારતમાં લેફ્ટ હેન્ડેડ કાર ચલાવવી ગેરકાયદેસર છે. ભારતના મોટર વાહન અધિનિયમ અનુસાર દેશમાં કોઈ પણ વ્યક્તિ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કાર ન ખરીદી શકે અને રજીસ્ટ્રેશન પણ ન કરાવી શકે. તેની સાથે જ ભારતમાં આ પ્રકારની કારોને પબ્લિક પ્લેસમાં ચલાવવામાં પણ નથી આવતી. 

રિપોર્ટ અનુસાર મોટર વાહન અધિનિયમ 1939ની કલમ 180માં કહેવામાં આવ્યું છે, "કોઈ પણ વ્યક્તિ લેફ્ટ હેન્ડ સ્ટીયરિંગથી કંટ્રોલ થતા કોઈ પણ મોટર વાહનને કોઈ પણ સાર્વજનિક સ્થાન પર ન ચલાવી શકે. જોકે તેમાં અમુક શરતો પણ આપવામાં આવી છે. જેમાં કાર ચલાવવાની પરવાનગી છે. "

અમેરિકાના રાષ્ટ્રપતિને કેવી રીતે મળશે મંજૂરી? 
હકીકતે અમુક પરિસ્થિતિઓમાં સરકાર પાસે મંજૂરી લીધા બાદ કાર ચલાવી શકાય છે. જેમ કે જો કોઈ વખત વિદેશી રાજનૈતિક અથવા ગણમાન્ય વ્યક્તિ ભારતના પ્રવાસ પર આવે છે. તો તે પોતાની પસંદના વાહનોમાં ડ્રાઈવ કરી શકે છે. આ સ્થિતિમાં તેમને આમ કરવાની પરવાનગી આપવામાં આવે છે. 

આવી સ્થિતિમાં બાઈડનની કાર બીસ્ટને પણ આવી પરવાનગી મળી શકે છે. જ્યારે પણ અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ ભારત આવે છે તો તેમને લેફ્ટ હેન્ડે કાર ચલાવવાની પરવાનગી આવવામાં આવે છે. હાલ ભારતમાં પણ ઘણા લોકોના પાસે લેફ્ટ સાઈડ સ્ટીયરિંગ વાળી કાર છે. જેને ખાસ અવસર પર પ્રદર્શન માટે રાખવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ