બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / G20 Summit joe biden india visit pm modi us india relations

G20 Summit / બાયડન આજે નહીં આવતીકાલે આવશે ભારત: ધ બિસ્ટ અને 60 ગાડીઓનો સૌથી મોટો કાફલો રહેશે સાથે, 400 રૂમની આખી હોટલ બુક

Arohi

Last Updated: 01:33 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit Joe Biden: જો બાઈડન કાલે એટલે કે 8 સપ્ટેમ્બરે 3 દિવસના પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની આ પહેલા ભારત યાત્રા છે.

  • 9 અને 10 સપ્ટેમ્બરે છે G20 Summit   
  • રાજધાની દિલ્હીમાં યોજાશે G20 Summit
  • જો બાઈડન આવતીકાલે આવશે ભારત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કાલે એટલે કે 8 સપ્ટેમ્બરે 3 દિવસના પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની આ પહેલા ભારત યાત્રા છે. તે સાંજે એરફોર્સ-1થી દિલ્હી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી પણ તેમને રિસીવ કરવા જઈ શકે છે. 8 સપ્ટેમ્બરે બાઈડન PM મોદીની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પહેલા વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બરે દિલ્હી આવશે. 

હવે વ્હાઈટ હાઉસે પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે તે અમેરિકીથી જર્મનીના રેમ્સ્ટીન શહેર જશે. ત્યાંથી તે ભારત આવશે. ત્યાર બાદ 9-10 સપ્ટેમ્બરે તે G-20 શિખર સમિટમાં ભાગ લેશે. બાઈડન દિલ્હીની ITC મૌર્યા હોટલમાં રહેશે. બાઈડનની સુરક્ષા માટે અમેરિકાની સીક્રેટ સર્વિસની ટીમ 3 દિવસ પહેલા જ ભારત પહોંચી ચુકી છે. 

300 કમાંડોની સુરક્ષા 
બાઈડન સીક્રેટ સર્વિસના 300 કમાંડોની સુરક્ષામાં રહેશે. દિલ્હીના રસ્તાઓ પર નિકળતો સૌથી મોટો કાફલો પણ તેમનો જ હશે. જેમાં 55-60 ગાડીઓ શામેલ થશે. ત્યાં જ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાઈડન માટે દુનિયાની સૌથી સેફ કાર ધ બીસ્ટને ભારત લાવવામાં આવી રહી છે. આ કારમાં બેસીને તે G-20 સમિટ માટે જશે. 

એક સમય પાકિસ્તાનનું સપોર્ટર રહેલું અમેરિકા પાછલા થોડા સમયથી સતત ભારતનો પોતાનું મિત્ર ગણાવી રહ્યું છે. ત્યાં જ ભારત પણ અમેરિકાની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધારવા પર ફોકસ કરે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ