બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / G20 Summit ITC mauryas chanakya suite where us president joe biden will stay

G20 Summit / એક રાત રોકાવવાનું ભાડું 10 લાખ રૂપિયા: હોટલ ITC Maurya માં શું છે ખાસ, જ્યાં રોકાશે USAના રાષ્ટ્રપતિ બાયડન

Arohi

Last Updated: 04:28 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit: નવી દિલ્હીમાં G20 Summitનું આયોજન થઈ રહ્યું છે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સહિત ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષ ભાગ લઈ રહ્યા છે. રાજધાનીની અલગ અલગ હોટલોમાં ખાસ મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • હોટલ ITC Maurya માં રહેશ બાયડન 
  • એક રાત રોકાવવાનું ભાડું 10 લાખ રૂપિયા
  • જાણો એવું તો શું છે ખાસ 

દિલ્હીમાં G20 Summitનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમેરિકા, જાપાન, ચીન, યુકે અને કેનેડા સહિત ઘણા દેશોના નેતા ભાગ લઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન આજે સાંજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. 

તેમના રહેવાની વ્યવસ્થા દિલ્હીની સૌથી આલીશાન હોટલમાંથી એક ITC mauryasમાં કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ હોટલના ચાણક્ય સુઈટમાં રોકાશે. આ સુઈટ વર્ષ 2007માં ખુલ્યું હતું અને અત્યાર સુધી ઘણા ફેમસ લોકો અહીં આવી ચુક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિઓની પહેલી પસંદ 
ખબર અનુસાર ITC mauryasમાં અમેરિકી ડેલિગેશન માટે 400થી વધારે રૂમ બુક કરવામાં આવ્યા છે. હોટલમાં મહલનુમા ગ્રેન્ડ પ્રેઝીડેન્શલ સુઈટ ચાણક્યમાં અમેરિકી રાષ્ટ્રપતિ રોકાશે. બીજા રૂમો તેમની સાથે આવનાર અધિકારીઓ માટે બુક કરવામાં આવ્યા છે. 

જે સુઈટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન રોકાશે તે ખૂબ જ ખાસ છે. આ હોટલ ભારતમાં અમેરિકાના રાષ્ટ્રપતિઓની ફેવરેટ જગ્યા છે. તેમાં જોર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિંટન, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ રહી ચુક્યા છે. 

પ્રેસિડેન્શિયલ સુઈટ 
પ્રેસિડેન્શિયલ સુઈટ હોટલના 14માં માળ પર છે. તેનું નામ ચાણક્ય સુઈટ છે. આ વર્ષ 2007માં ખુલ્યું હતું. તેમાં ઘણા દેશોના પ્રમુખ રહી ચુક્યા છે. આ સુઈટમાં સૌથી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશ રોકાયા હતા. 

ત્યાર બાદ બરાક ઓબામા પણ આ સુઈટમાં રોકાઈ ચુક્યા છે. ચાણક્ય સુઈટ પોતાની ડિઝાઈન અને થીમ માટે ફેમસ છે. તેમાં એકથી એક લક્ઝરી સુવિધાઓ છે. આ 46000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. 

ભારતીય ઝલક 
તેને ખાસ ભારતીય કલાઓથી સજાવવામાં આવ્યું છે. તેમાં લિવિંગ રૂમ, સ્ટડી, પ્રાઈવેટ ડાઈનિંગ રૂમ, મિની સ્પા અને જીમની સુવિધા છે. આ સુઈટની સૌથી ખાસ વાત તેનો એન્ટ્રી ગેટ છે. આ એક શાહી મહેલ જેવો અનુભવ આપે છે. 

તેમાં ચાણક્યની એક શાનદાર મૂર્તિ મુકવામાં આવી છે. આ સુઈટમાં માસ્ટર બેડરૂમની સાથે વોક-ઈન તિજોરી, પ્રાઈવેટ સ્ટીમ રૂમ, ગેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ સુઈટને ખૂબ જ ખાસ રીતે સજાવવામાં આવ્યું છે. સુઈટમાં સોના-ચાંદીના બનેલા ફૂલદાન પણ છે. સાથે જ ખૂબ જ સુંદર પેઈન્ટીંગ પણ છે. 

કેટલું છે ભાડું 
ITC mauryasના ચાણક્ય સુઈટનું ભાડુ જાણીને તમે દંગ રહી જશો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચાણક્ય સુઈટમાં એક રાત રોકાવવાનું ભાડુ લગભગ 8થી 10 લાખ રૂપિયાની વચ્ચે છે. બાયડનને 14માં ફ્લોર પર લઈ જવા માટે સ્પેશિયલ લિફ્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ લિફ્ટ દ્વારા તે સીધા પોતાના સુઈટમાં જઈ શકશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ