બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / g20 india economic corridor middle east biden modi china pakistan road belt

G20 Summit / PM મોદી-બાયડન અને અરબ દેશોએ મળીને કર્યું એવું એલાન કે ચોંકી ઉઠી દુનિયા, રાતા પાણીએ રડશે ચીન, ભારતને થશે આ ફાયદો

Malay

Last Updated: 09:24 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit: જી-20 બેઠકમાં થયેલી મોટી જાહેરાતોમાં ભારત-મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવાની જાહેરાત પણ કરાઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.

  • ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોરની જાહેરાત
  • અમેરિકી રાષ્ટ્રપતિએ કરી મોટી જાહેરાત
  • પાકિસ્તાન અને ચીનને લાગ્યો ઝટકો 

G20 Summit 2023:  G20 સમિટમાં પહેલી મોટી જાહેરાત થઈ ચૂકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારત મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર (India Middle East Europe Connectivity Corridor)ની જાહેરાત કરી છે. ભારત, UAE, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિની આ જાહેરાતથી ચીન-પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. 

Image

આ હતો સૌથી મોટો પડકાર
અહીં એ સમજવું જરૂરી છે કે લાંબા સમયથી ભારત અને મધ્ય પૂર્વની વચ્ચે વેપાર વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ તે માર્ગ ન તો પાકિસ્તાનમાંથી પસાર થઈ શકે છે અને ન તો ચીનની મદદ લઈ શકાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પડકાર એ હતો આખરે એક નેટવર્કને કેવી રીતે તૈયાર કરવામાં આવે, જેનાથી મધ્ય પૂર્વ સુધી સરળતાથી વેપારને ફેલવી શકાય. આ દિશામાં આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકામાં એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠક જ આ નવા પ્રોજેક્ટનો પાયો બન્યો છે.

ભારત અને યુરોપ વચ્ચે વધશે વેપાર
આ પ્રોજેક્ટ દ્વારા એક તૃતીયાંશ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સીધો ફાયદો થવાનો છે. મોટી વાત એ છે કે આ યોજનામાં ડેટા, રેલ, વીજળી અને હાઈડ્રોજન પાઈપલાઈનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એ સમજવું જરૂરી છે કે આ યોજના દ્વારા ભારત અને યુરોપ વચ્ચે વેપાર 40 ટકા સુધી વધી જશે. 

Image

ભારત માટે શા માટે છે મહત્વનું?
ઉદાહરણ તરીકે, અગાઉ એવું કહેવામાં આવતું હતું કે ભારત અને અમેરિકા એરવાર માટે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સાથે કામ કરી શકે છે, પરંતુ મધ્ય પૂર્વમાં આ શક્ય નહોતું. પરંતુ હવે ભારત અને અમેરિકાએ ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને I2U2 ફોરમ બનાવ્યું છે. આ સિવાય પાકિસ્તાને પણ હંમેશાથી ભારતના તમામ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યું છે. 1990થી એવું જોવામાં આવ્યું છે કે ભારતને રોકવા માટે તેના પ્રોજેક્ટ્સને ક્યારેય અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ હવે અમેરિકા સાથે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમાં ન તો પાકિસ્તાનની જરૂર પડશે અને ન તો તે કોઈ પ્રકારનો અડચણ ઉભી કરી શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ