બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Full body scanners will now be installed at all airports including Delhi, there will be no defect in security checking
Megha
Last Updated: 10:07 AM, 16 December 2023
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી એટલે કે BCASના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસનના જણાવ્યા અનુસાર, મે 2024 સુધીમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર્સ અને કોમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સ-રે (CTX) સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની સંભાવના છે. જાણીતું છે કે આને ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે.
First full body scanner machines & CTX machines (for cabin baggage) to arrive in May 2024. They will be installed airport-wise, to begin with at @DelhiAirport
— Poulomi Saha (@PoulomiMSaha) December 15, 2023
The earlier deadline was 31 December, 2023 #BCAS #aviation #flights pic.twitter.com/jmny2bkSwM
એરપોર્ટ પર મુસાફરોની ઝડપી અને સખત તપાસ થશે
જો કે આવા સ્કેનર વિશ્વના મોટા ભાગના મોટા એરપોર્ટ પર પહેલેથી જ હાજર છે. મેટલ ડિટેક્ટર અને મેન્યુઅલ તપાસની તુલનામાં આવા સ્કેનર મુસાફરોની ઝડપી અને સખત તપાસ થાય છે. CTXસ્કેનર્સનો ઉપયોગ કેબિન અથવા કેરી-ઓન બેગેજ તપાસવા માટે થાય છે. આમાં, મુસાફરોની તપાસ માટે ઇલેક્ટ્રોનિક ડિવાઈસ અને પ્રવાહી પદાર્થોને અલગ કરવાની જરૂર નથી.
Full body scanners expected to be installed at Delhi airport by May next year: BCAS chief Zulfiquar Hasan
— Press Trust of India (@PTI_News) December 15, 2023
મુસાફરોની સુરક્ષા તપાસમાં લાગતા સમયમાં ઘટાડો થશે
આ સાથે જ એવી આશા રાખવામાં આવી રહી છે બંને મશીનો એકસાથે ફ્લાઇટ પહેલા મુસાફરોની સુરક્ષા તપાસમાં લાગતો સમય ઘટાડશે. આનાથી એરપોર્ટ પર ભીડ અને રાહ જોવાનો સમય ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે. આ વર્ષની શરૂઆતમાં, BCAS એ 1 કરોડથી વધુ મુસાફરો અને વાર્ષિક 50 લાખ મુસાફરોને હેન્ડલ કરતા તમામ એરપોર્ટને 31 ડિસેમ્બર સુધીમાં ફુલ બોડી સ્કેનર અને CTX સ્કેનર ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, કેટલાક 'રેગ્યુલેશન ઇશ્યુ'ના કારણે આ પ્રક્રિયા અને સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની પહેલ વિલંબમાં પડી છે. પરંતુ હવે તે મે સુધીમાં IGI એરપોર્ટથી શરૂ થવાની સંભાવના છે.
જીએમઆર દ્વારા સંચાલિતIGI એરપોર્ટતે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 2022-23 (નાણાકીય વર્ષ 23) માં અહીંથી 6.5 કરોડથી વધુ મુસાફરો ફ્લાઇટમાં બેઠા છે. નાણાકીય વર્ષ 24માં અહીંથી મુસાફરોની સંખ્યા 7 કરોડને પાર થવાની સંભાવના છે. દિલ્હી એરપોર્ટ પર વિસ્તરણ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. જેના કારણે ટૂંક સમયમાં તેની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા 10 કરોડને વટાવી જશે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI), એરપોર્ટ ટ્રેડ એસોસિએશન, દિલ્હી એરપોર્ટને 2022 માં વિશ્વભરના દસ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં સ્થાન આપ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir