બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / From today, there will be an election-oriented meeting of BJP in Gujarat for 3 days, there will be a big brainstorming about the candidates

ઇલેક્શન 2022 / આજથી ગુજરાતમાં 3 દિવસ સુધી ભાજપની ચૂંટણીલક્ષી બેઠક, ઉમેદવારો અંગે થશે મહામંથન

Priyakant

Last Updated: 09:31 AM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે

  • ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠક
  • 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે થશે ચર્ચા
  • જિલ્લા અને શહેરી વિસ્તારના નામના મંથન માટે બેઠક
  • 3થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકોનો દોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ લગભગ આજે જાહેર થઈ શકે છે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે. જેને લઈ ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે. 

આજે સંભવિત રીતે ગુજરાત ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેવામાં હવે ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે. આ સાથે જિલ્લા અને શહેરી વિસ્તારના નામના મંથન માટે બેઠકનું આયોજન કરાયું છે. 

કયા સુધી બેઠકોનો દોર 

3થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકોનો દોર જોવા મળશે. જેમાં સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારી બેઠક કરશે. આ સાથે સંકલન સમિતિમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા થશે. તો દાવેદારોની યાદી ચર્ચા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રીને મોકલાશે. 

અમિત શાહ પણ છે ગુજરાતમાં 

વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.  અમિત શાહ મોરબીની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરબી દુર્ઘટનામાં મૃતક પામેલા મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે. ત્યાર બાદ હવે અમિત શાહ 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. જેમાં દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં તેઓ હાજર રહેશે.

સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ 2 દિ ગુજરાતની મુલાકાતે

રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આજે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. સહ પ્રભારી સુધીર ગુપ્તા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. આગામી દિવસોમાં ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. તેઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં બેઠક કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ