બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / From the structure to developing the surrounding..., features of Ayodhya Ram Temple that hardly anyone knows, hear from the designer

અયોધ્યા રામ મંદિર / સ્ટ્રક્ચરથી લઇને આસપાસના ડેવલપિંગ સુધી..., અયોધ્યા રામ મંદિરની એવી ખાસિયતો જે ભાગ્યે જ કોઇ જાણતું હશે, સાંભળો ડિઝાઇનરના મુખે

Vishal Khamar

Last Updated: 05:59 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં બનેલ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રામ મંદિરની ડીઝાઈન આશિષ સોમપુરાનાં પિતાએ બનાવી હતી. ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો છે. જે તે વખતે મંદિરની ઉંચાઈ 105 ફૂટ નક્કી કરાઈ હતી. અત્યારે મંદિરની ઉંચાઈ 161 ફૂટ નક્કી કરવામાં આવી છે.

  • રામ મંદિરની ડિઝાઇન આશિષ સોમપુરાના પિતાએ બનાવી
  • રાજસ્થાનનો પિંક સ્ટોનનો કરાયો ઉપયોગ 
  • દર્શનાર્થીને મળશે આધ્યાત્મિકતાનો અનુભવ મળશે

 ઓરીજનલ ડિઝાઇન મારા પિતાશ્રીએ નક્કી કરી હતીઃ આશિષ સોમપુરા
અયોધ્યાના રામ મંદિર પર રામ મંદિર ની ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેક્ટ આશિષ સોમપુરાએ જણાવ્યું હતું કે, ઓરીજનલ ડિઝાઇન મારા પિતાશ્રીએ નક્કી કરી હતી. એ ડિઝાઇનને વધુ વધારવાની હતી. ગ્રાઉન્ડ ફ્લોર એરીયા 30 વર્ષમાં જે ફૂટબોલ થયું વધ્યો એટલે ગ્રાઉન્ડ ફ્લોર વધારવામાં આવ્યો. તેને લઈને આખી આ ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવ્યો. ૩૦ વર્ષ પહેલા મારા પિતા અને અશોકજીએ જે ડિઝાઇન તૈયાર કરી હતી તે પણ છે. રામ-લ્લાનું મંદિર છે જે ભવયાતી ભવ્ય હોવું જોઈએ એટલે સારામાં સારું મંદિર બનાવીએ તેનો પ્રયત્ન કર્યો છે.

જૂની અને નવી ડિઝાઇન 
જૂની ડિઝાઈનમાં ગર્ભગૃહ ઘૂળ મંડપ રંગ મંડપ હતા જ્યારે નવી ડિઝાઈનમાં એક નૃત્ય મંડપ આગળ એડ કરવામાં આવ્યું. અને આજુબાજુમાં કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ એડ કરાયો. એટલે મંદિરનો એરિયા વધી જાય. એટલે ટોટલ બે મંડપની જગ્યાએ પાંચ મંડપ થયા જૂની ડીઝાઇન માં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર બે જ હતા. તે વખતે હાઈટ 105 ફૂટ હતી જ્યારે અત્યારે 161 ફૂટની હાઈટ કરવામાં આવી છે. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે ત્રણ માળ કરવામાં આવ્યા છે.

પથ્થર અને બાંધકામ પર પિલર 
ગ્રાઉન્ડ ફ્લોર 160 પીલર, પહેલા માળે 110 ડીલર અને એની ઉપર છે બીજા માળે 90 પિલર. ગ્રાઉન્ડ ફ્લોર 30000 સ્ક્વેર ફીટ, પહેલા માળે 16000 સ્કેવર ફીટ અને ટોપ ફ્લોર ઉપર 10000 સ્ક્વેર ફીટ કર્યા છે. ટોપ ફ્લોર એક્સેસ નથી કોઈ માટે. રાજસ્થાનના પિંક સ્ટોન સ્ટોનનો કિંગ કહેવાય છે તે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કારવીન હોય છે. 30 વર્ષ પહેલા આ સ્ટોનની શરૂઆત થઈ હતી ત્યારે આ સ્ટોન પસંદ કરવામાં આવ્યો. તે વર્ષે 50 થી 60 ઘનફુટ રેડી હતું તેમાજ કંટીન્યુ કર્યું છે અને પિંક સ્ટોનમાં પથ્થર પસંદ કરાયો છે. 

અને ડિઝાઇન અને પોતાની નાગર શૈલી પર બનાવવામાં આવ્યું છે. નાગર શૈલીમાં સ્ક્વેર ગર્ભ ગૃહ હોય છે પણ આમાં ગર્ભ ગૃહ ઓકટકોનલ રકજયો. એટલે અલગ મંદિર છે. મૂર્તિ કામવાળા આખા કોલમો બનાવવામાં આવ્યા છે. ત્રણ લેયરમાં મૂર્તિઓ રહેશે. ટોપ લેયરમાં બધી દેવાંગના ઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. પહેલા માળે બધા સનાતનના ભગવાનો રાખવામાં આવે છે. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં બધી દેવીઓને રાખવામાં આવી છે. એટલે સનાતનનું એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. લોકો આવે તો સનાતન ધર્મનું જ્ઞાન લઈને જાય, હિસ્ટ્રી જાણી ને જાય એટલે દરેક બાબતોને આવરી લેવાય છે. દરેક ભગવાન વિશે અહીં જાણવા અને સમજવા મળશે. એક આધ્યાત્મિક એટમોસ્ફિયરમાં આવ્યા છો તેવું લાગશે.

બાંધકામની આયુ કેટલી
આ મંદિરમાં પથ્થર અને સિમેન્ટ વાપરવામાં આવ્યો છે.  લોખંડ વપરાયું નથી. લોખંડ શુદ્ધ કહેવાય પણ આરસીસી ની લાઈફ 80 થી 100 વર્ષની હોય. પણ આ મંદિરની આયુ હજારો વર્ષની છે. અતિશયોક્તિ નથી કરતો પણ આ મંદિર વિશ્વનું પહેલું મંદિર છે કે જેનું થ્રીડી સ્ટ્રક્ચર બનાવ્યું છે. અઢી હજાર વર્ષ સુધી ચાલે, ભૂકંપ કે કંઈ પણ અસર ન કરે તેવી ડિઝાઇન બનાવવામાં આવી છે. 

પાયા બાબત
જ્યારે ફાઉન્ડેશનની વાત આવી ત્યારે ખોદકામ કર્યું તો નીચે રેતી જ નીકળતી હતી. કોઈ સોલીડ ફાઉન્ડેશન ન હતું. જે બાંધકામ થઈ શકે. એટલે આખા ભારતમાંથી નિષ્ણાતો બોલાવવામાં આવ્યા અને ફાઉન્ડેશન કેવી રીતે કરીએ તેની ચર્ચા થઈ રિસર્ચ થયું છેલ્લે એન્જિનિયરિંગ બેક ફીટીંગ નો સર્વાનું મતે ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં સિમેન્ટ, રોડી, લોકલ સેન્ટ બધું ભેગું કરી એક ફૂટનો લેયર કરી તેને 9 ઇંચ સુધી કોમ્પેક્ટ કરવાનો. અને તેવા 45 લેયર બનાવી અને બાદમાં બાંધકામ કરવામાં આવ્યું. જેથી નીચે સોલીટ રોક પથ્થર થઈ ગયો. જેથી ભવિષ્યમાં પહાડો હોય તેવી સામગ્રી બનાવવામાં આવી. એટલે મંદિરને કશું જ નહીં થાય એવું કેલ્ક્યુલેશન કરી ડિઝાઈન કરવામાં આવ્યું.

રામ લલાની મૂર્તિ 
રામલલા બેસાડવાની વાત હતી ત્યારે ઘણા બધા પિક્ચર્સ માર્કેટમાં જોશો તો તેમને  એવું ન હતું કરવુ. એવું નહીં પણ કંઈક અલગ મળતી હોય એટલે આમાં સારા આર્ટીસ્ટો અને ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું. રામલલ્લા એટલે બાળપણ હોય, ભગવાન છે એટલે દિવ્ય રૂપ અને કિંગ છે એટલે એવો પ્રભાવ પણ હોવો જોઈએ. એટલે આવા ડિસ્ક્રિપ્શન આપી સ્કેચ મંગાવવામાં આવ્યા અને તેમાં શિલ્પકાર મૂર્તિ બનાવનાર જે છે તેમનો પણ સિલેક્શન કરવામાં આવ્યું. ત્રણ લોકોનું જેમાં બે સાઉથ  અને એક જયપુરના છે. તેમને કહ્યું કે આ ડિસ્ક્રિપ્શન છે અને તેમાં હજુ એડ કરી શકો તે કરીને તૈયાર કરો. એક વાઈટ માર્બલ અને બે બ્લેક માર્બલ માંથી મૂર્તિ તૈયાર કરાઈ રહી છે.  લગભગ તૈયાર થઈ ગઈ છે. ટ્રસ્ટ નકકી કરશે કે કઈ મૂર્તિ મૂકવી છે.

કઈ મૂર્તિ ક્યાં બિરાજશે
ગ્રાઉન્ડ ફ્લોરમાં મુખ્ય ગર્ભગૃહમાં રામલલા હશે. અને દર્શન કરવાની મૂર્તિ પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેશે. દર્શન કરવાની મૂર્તિ પણ નીચે હશે. પહેલા માળે રામ દરબાર મૂકવામાં આવશે. બીજા માળે ટોપ ફ્લોર પર કોઈ એક્સેસિબલ નથી એટલે ત્યાં કંઈ નહીં હોય. ટોપ ફ્લોર હાઈટ વધારવા બનાવ્યો છે. 

ગર્ભ ગૃહ 

  • જુના ગર્ભગૃહમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા

કામગીરી કેટલે પહોંચી

  • પ્રતિષ્ઠા ને લઈને જે ઇન્સ્ટ્રક્શન મળ્યા છે તેવી તૈયારી ચાલી રહી છે. તો કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર રેડી હશે તે તૈયાર થઈ ચૂક્યો છે. 

આખું મંદિર ક્યારે બનશે

  • મંદિર અને કોરીઓર પાંચ એકરમાં બનાવાશે. બંને 2024 એન્ડ સુધીમાં તૈયાર થઈ જાય તેવી કામગીરી રહેશે. પણ પ્રતિષ્ઠા બાદ દર્શનાર્થીઓની ભીડ કેવી રહે છે તે પ્રમાણે કામ ચાલશે પણ 24 એન્ડ માં થઈ જશે. 

કોરિડોર 
શરૂઆતમાં એવી વાત હતી કે મંદિર ખુલ્લું હશે તો સિક્યુરિટીને લઈને પ્રશ્ન થશે એટલે વોલ નક્કી કરવામાં આવી. અને સિક્યુરિટી નક્કી કરવામાં આવી. પણ ખાલી બોલ હોય તે સારું ન લાગે એટલે વોલ સાથે સિક્યુરિટી નક્કી કરી. નક્કી કર્યું કે જ્યાં લોકો દર્શન કરીને નીકળી શકે અને ખાલી કોરિડોરમાં ચાલવા કરતાં બીજું કંઈ હોય તો ત્યાં તેઓ કંઈક જોઈ શકે જાણી શકે. તેના માટે કોરિડોર માં વિષ્ણુ પંચાયત રહેશે... રામ વિષ્ણુના અવતાર છે એટલે વિષ્ણુ પંચાયત રાખવામાં આવી છે. એન્ટર થશો તો હનુમાનજી, ગણપતિ, દુર્ગામા, શિવ અને સૂર્ય આ પાંચ મંદિર જોવા મળશે. અને નોર્થ સાઈડમાં સીતા રસોઈ નામથી જગ્યા હતી ત્યાં અન્નપૂર્ણા મંદિર રહેશે.  કોરિડોરમાં મુખ્ય એન્ટ્રી ઈસ્ટ એન્ટ્રી તરફ છ, બાકી બે એન્ટ્રી નોર્થમાં અને બે એન્ટ્રી સાઉથમાં રાખવામાં આવી છે.

આસપાસ શુ ડેવલપ કરાશે
મંદિર અને કોરિડોર ની બાજુમાં શેષા અવતાર મંદિર, સપ્ત ઋષિ મંદિર, કુબેર ટીલા ઉપર શિવ મંદિર છે શિવલિંગ સ્થાપીત છે એ બનશે. પબ્લિક ફેસીલીટી સેન્ટર બનશે.  સ્કેનિંગ, બેસવાની જગ્યા અને સુવિધા હશે. તે સિવાય સબસીડી બિલ્ડીંગો હશે. ટ્રસ્ટ નું બિલ્ડીંગ હશે. ફેઝ 1માં ઘણો સમય લાગશે તૈયાર થતા પણ ટ્રાય છે કે 24 અંત સુધી માટે તૈયાર થઈ જાય. ફેસ ટુ માં બીજા બિલ્ડીંગ છે કે જેમાં મ્યુઝીયમ, સંસ્થા નું રિસર્ચ સેન્ટર એ સિવાય બે થી ત્રણ બિલ્ડીંગો બનાવવામાં આવશે પણ મોટાભાગના કામ થઈ જશે.

પહેલા માળ સાથે જ પ્રતિસ્થા થશે
એવું ન કહી શકાય કે આની અંદર. પણ અંદર જશે તેને બહારનું કશું દેખાવાનું નથી પણ મંદિરની અંદર ડેફીનેટલી એ છે કે મંદિરમાં પ્રવેશ કરશો તો હજુ કંઈ છે એવું લાગશે કે બાકી છે. પણ આમાં જે ટાઈમ હતો તે પ્રમાણે કર્યું છે.  બ્રાહ્મણો જ કહી શકે પણ અમે મંદિર બનાવનાર છે. ટ્રસ્ટે બનારસના સંતો સાથે નક્કી કરીને આ વસ્તુ ફાઈનલ કરી છે. કે મંદિર અધુરુ છે કે શું છે, જેટલું કામ અને જે ટાઈમ હતો તેની પહેલા કામ કર્યું છે. આખા મંદિર પરિસરમાં પાંચથી છ હજાર જેટલા લોકો કામ કરી રહ્યા છે.   

મંદિર બનાવવા માપ લેવા
બાબરી મસ્જિદ ઉભી હતી ત્યારે આ એક છાવણી જેવું હતું. ત્યારે કોઈ વસ્તુ અંદર લઈ જવા દેતા ન હતા. મારા પિતાજીને લઈ ગયા ત્યારે અશોકજીને પણ એન્ટ્રી ન હતી. એટલે તેમણે કહ્યું કે જાઓ અંદર તમે તમારી રીતે જોઈ લો. એટલે મારા પિતાજીએ પગના સ્ટેપથી માપ લીધું હતું.  ત્યારે 2.5 એકરની જગ્યા વિવાધી હતી ત્યારે માપ લઈને ડિઝાઇન તૈયાર કરી હતી. એટલે એ ડિઝાઇન નાની હતી.  અને બાદમાં મોટી જગ્યા મળી એટલે વિસ્તૃતિકરણ થયું.  અને એ બાદ આ મંડપો એડ થયા અને કોરિડોર એડ થયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ