બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / From IPL to Commonwealth Games: Sports controversies that have embroiled many leaders

ખેલ જગત / IPLથી લઇને કોમનવેલ્થ ગેમ્સ સુધી: રમત-ગમતના એવાં વિવાદ કે જેમાં ફસાઇ ચૂક્યાં છે અનેક નેતા

Megha

Last Updated: 10:03 AM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવું પહેલીવાર નથી બન્યું કે રમતગમતની દુનિયામાં કોઈ વિવાદને કારણે રાજકીય ઉથલપાથલ થઈ હોય આજે અમે તમને આવી જ સ્પોર્ટ્સ કોન્ટ્રોવર્સી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો અવાજ રોડથી લઈને સંસદ સુધી ગુંજ્યો હતો.

  • WFIના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ થઈ રહ્યો છે 
  • ઘણી વખત રમતગમતની દુનિયામાં વિવાદને કારણે રાજકીય ઉથલપાથલ થઈ છે 
  • આવી જ બીજી સ્પોર્ટ્સ કોન્ટ્રોવર્સીઓ વિશે જાણીએ 

દેશના મેડલ વિજેતા કુસ્તીબાજોએ જ્યારથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ સિંહ સામે વિરોધ શરૂ કર્યો છે ત્યારથી ખેલ જગતથી લઈને રાજકીય ગલિયારા સુધી ભૂકંપ આવી ગયો છે. જણાવી દઈએ કે દેશના ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગટની સાથે અન્ય ઘણા કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેણે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે અને તેની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 

આ સાથે જ જંતર-મંતર પર ધરણા પર બેઠેલા આ કુસ્તીબાજોની એક માગણી એ પણ છે કે રમત મંત્રાલય દ્વારા જાન્યુઆરીમાં આરોપોની તપાસ માટે રચાયેલી મોનિટરિંગ કમિટીના રિપોર્ટને તાત્કાલિક જાહેર કરવામાં આવે. હાલ પરિસ્થિતિ એવી છે કે વિવાદ વધતો જોઈને દિલ્હી પોલીસે ગયા શુક્રવારે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી હતી અને આમાંથી એક FIR POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. પણ અંહિયા વાત કઈંક એમ છે કે કુસ્તીબાજ માત્ર આટલાથી સંતુષ્ટ નથી અને એ લોકો માંગ કરે છે કે જ્યાં સુધી બ્રિજભૂષણની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તે વિરોધ સ્થળ છોડશે નહીં. આ અગાઉ યુવા અને રમતગમત બાબતોના પ્રધાન અનુરાગ ઠાકુરે નિષ્પક્ષ તપાસની ખાતરી આપ્યા પછી કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં તેમનો વિરોધ રદ કર્યો હતો. 

સિક્કાની બીજી તરફ જોઈએ તો આ સમગ્ર મામલે બૃજભૂષણનું કહેવું છે કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે પરંતુ આરોપીની જેમ પદ નહીં છોડે. તેમણે કહ્યું કે તેઓ તપાસનો સામનો કરવા તૈયાર છે કારણ કે તેમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. હવે આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો અને રમત જગતના ઘણા નેતાઓ કુસ્તીબાજોના સમર્થનમાં આગળ આવ્યા છે. 

નોંધનીય છે કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે રમતગમતની દુનિયામાં કોઈ વિવાદને કારણે રાજકીય ઉથલપાથલ થઈ હોય આજે અમે તમને આવી જ સ્પોર્ટ્સ કોન્ટ્રોવર્સી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો અવાજ રોડથી લઈને સંસદ સુધી ગુંજ્યો હતો. 

IPL કોચી વિવાદ
વર્ષ 2010માં IPLને લઈ ત્યારે વિવાદ સામે અવાયો હતો જ્યારે તત્કાલિન વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂર પર આરોપ લાગ્યો કે તેમણે તેમની ગર્લફ્રેન્ડ સુનંદા પુષ્કરને IPL કોચી ટીમમાં 70 કરોડ રૂપિયાનો હિસ્સો અપાવવા માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.  રિપોર્ટ્સ અનુસાર એ સમયના IPL કમિશનર લલિત મોદીના આ ખુલાસા પછી થરૂર મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. વિવાદ વધતાં થરૂરને એપ્રિલ 2010માં મંત્રી પદ પરથી હટી જવું પડ્યું હતું.

સ્પોર્ટસ ડેવલપમેન્ટ બિલ 
ઓગસ્ટ 2011માં કેબિનેટે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ બિલને ફગાવી દીધું હતું. રિપોર્ટ્સ અનુસાર પાંચ કેબિનેટ મંત્રીઓ શરદ પવાર, સીપી જોશી, વિલાસરાવ દેશમુખ, ફારૂક અબ્દુલ્લા અને પ્રફુલ પટેલે બિલનો વિરોધ કર્યો હતો. આ પછી તત્કાલિન રમત પ્રધાન અજય માકનને બિલ પર ફરીથી કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ વિકાસ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વિવિધ રમત સંસ્થાઓના વહીવટી માળખામાં સુધારો કરવાનો અને પારદર્શિતા લાવવાનો હતો.

કોમનવેલ્થ કૌભાંડ
કોમનવેલ્થ કૌભાંડ ભારતીય ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંનું એક છે. વર્ષ 2010માં જે કૌભાંડ થયું હતું તે લગભગ 70,000 કરોડ રૂપિયાનું હતું. કોમનવેલ્થ ગેમ્સ કમિટીના ચેરમેન સુરેશ કલમાડી પર નાણાંની ઉચાપતનો આરોપ હતો. તેના પર 100 થી 200 ગણી કિંમતે ઓછી કિંમતની વસ્તુઓ ખરીદવાનો આરોપ હતો. આ આરોપો બાદ તેમને 2010માં જ કોંગ્રેસ સંસદીય દળના સચિવ પદ પરથી અને કોમનવેલ્થ ગેમ્સ પછી CWG આયોજક સમિતિના વડા પદેથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. 

ડીડીસીએ ભ્રષ્ટાચાર
ડિસેમ્બર 2015માં બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) પર નાણાકીય અનિયમિતતાઓ માટે ભ્રષ્ટાચારનો આરોપ મૂકતો 28 મિનિટનો વીડિયો બહાર પાડ્યો હતો. કીર્તિ આઝાદે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદી અને અન્ય ભૂતપૂર્વ ક્રિકેટર સુરિન્દર ખન્ના સાથે દાવો કર્યો હતો કે DDCAએ અનેક શેલ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે. આ સ્ટિંગ ઓપરેશનમાં જણાવવામાં આવ્યું હતું કે આવી 14 કંપનીઓને DDCA પાસેથી કોન્ટ્રાક્ટ મળ્યા હતા, જેના સરનામા નકલી હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ