બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / from Gujarat, Maharashtra to Rajasthan Ram Temple Construction Contribution from all states of the country

અયોધ્યા / ગુજરાતથી ધ્વજદંડ, મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર...: રામ મંદિર નિર્માણની કારીગરી દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન

Megha

Last Updated: 11:23 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે,  22 જાન્યુઆરીએ જ્યારે પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે, ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે.

  • આયોધ્યાન રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોવા મળશે 
  • મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી
  • 14 દરવાજાના નિર્માણ કાર્યનું લાકડું મહારાષ્ટ્રના જંગલોમાંથી આવ્યું છે 

જ્યારે PM નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે, ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે. મંદિરના નિર્માણમાં અનેક પ્રાંતોના કારીગરોએ તેમની કારીગરી બતાવી છે.

રાજસ્થાન, ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થરો કોતરવાના કામમાં લાંબા સમય સુધી કામ કર્યું અને તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના વંશીપહાદપુર ગામના છે. આ ગુલાબી રંગના પત્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે. ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયનું કહેવું છે કે આખો દેશ મંદિર નિર્માણના કામમાં જોડાયેલો છે.

44 feet main flagpole, 5500 kg weight, 7 flagpoles made with special technique in Ahmedabad for Ayodhya, these other items...

રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે. અમદાવાદના ગોતામા આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે.મેઇન ધ્વજદંજની ઊંચાઈ 44 ફૂટ છે અને તેનું વજન 5500 કિલો છે. આ ધ્વજદંડ રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે.અન્ય 6 ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે.જેમાં એક ધ્વજદંડનું વજન 800 કિલો છે.

હવે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજાના નિર્માણ કાર્ય પર નજર કરીએ તો તેનું લાકડું મહારાષ્ટ્રના જંગલોનું છે. આ દરવાજા બનાવવાનું કામ જે મેન્યુફેક્ચરિંગ યુનિટને સોંપવામાં આવ્યું છે તે હૈદરાબાદનું છે જ્યારે દરવાજા ડિઝાઇન કરનારા કારીગરો કન્યાકુમારીના છે. એક જ કાર્યમાં ત્રણ પ્રાંતની ભાગીદારી છે. 

જ્યારે મંદિરનું ફ્લોર મકરાણા પથ્થરોથી બનેલ છે અને તેમાં વપરાયેલ ગ્રેનાઈટ તેલંગાણા અને કર્ણાટકના છે. તેમણે કહ્યું કે મંદિરના નિર્માણનો કોન્ટ્રાક્ટ L&T કંપનીને આપવામાં આવ્યો છે. ટાટાના એન્જિનિયરિંગને પણ ક્રોસચેક માટે તૈનાત કરવામાં આવ્યું છે. બાંધકામની સાથે સાથે તેના મુખ્ય આર્કિટેક્ટ તરીકે ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાની નિમણૂક કરવામાં આવી છે. 

મંદિરના નિર્માણ કાર્યમાં કામ કરતા 300 થી વધુ કારીગરોને તેમની કાર્યક્ષમતાના આધારે વિવિધ પ્રાંતોમાંથી પણ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ચંપત રાય પોતે, અયોધ્યા રાજવી પરિવાર સાથે જોડાયેલા ડૉ. અનિલ મિશ્રા, બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અને મહંત દિનેન્દ્ર દાસ યુપીના છે તો ગોપાલ રાવ દક્ષિણના છે. જ્યારે ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલ બિહારના છે.

Topic | VTV Gujarati

બે પ્રાંતના શિલ્પકારો રામલલાની મૂર્તિ બનાવવામાં નિષ્ણાત 
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામલલાની 51 ઇંચની દિવ્ય અને મુખ્ય પ્રતિમાના નિર્માણમાં ત્રણ નિષ્ણાત શિલ્પકારોને કામે લગાડવામાં આવ્યા છે, જેઓ કાળા આરસના પથ્થરમાંથી મૂર્તિઓ બનાવી રહ્યા છે. તેમાંથી બે પ્રતિમાઓ કર્ણાટકના કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે. કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કાળા પથ્થરમાંથી રામલલાની પ્રતિમા બનાવી છે. રાજસ્થાનના જયપુરના સત્યનારાયણ પાંડેએ આરસના પથ્થરમાંથી રામલલાની દિવ્ય પ્રતિમા કોતરેલી છે.

ચંપત રાયના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ તમામ વૈદિક વિધિઓ કરાવવાની જવાબદારી બે વિદ્વાન આચાર્યો, પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને ગણેશ્વર શાસ્ત્રી દ્રવીને આપવામાં આવી છે. ગણેશ્વર કાશીમાં રહે છે પરંતુ તે દક્ષિણના છે. રામ મંદિરના ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, દરવાજા પર સોનાની ચાદર વગેરેનું ફેબ્રિકેશન દિલ્હી, હરિયાણા અને પંજાબના કારીગરો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ