બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Frequency of Bhuj-Sabarmati Special and Ahmedabad-Okha weekly special trains increased till January 15

ગુડ ન્યૂઝ / કચ્છ કે દ્વારકા ફરવા જવાનો પ્લાન હોય તો ખાસ જાણી લેજો: રેલવેએ 15 દિવસ માટે શરૂ કરી ખાસ સુવિધા

Dinesh

Last Updated: 02:55 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Western Railway news: પશ્ચિમ રેલવેએ સુવિધામાં વધારો કરવા અને મુસાફરોની માંગને પહોંચી વળવા માટે ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી 15 જાન્યુઆરી સુધી વધારી છે

  • પશ્ચિમ રેલવેએ કચ્છ અને દ્વારાકાની ટ્રેનને લઈ મહત્વનો નિર્ણય લીધો 
  • ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 16મી જાન્યુઆરી સુધી દોડશે
  • સાબરમતી-ભુજ સ્પેશિય ટ્રેન પણ 15મી જાન્યુઆરી દોડશે


Western Railway news: કૃપિયા રેલવે મુસાફર ધ્યાન દેં, કારણ કે, આ સમાચાર મુસાફરોને ઉપયોગી નિવડે તેવા છે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ રેલવેએ સુવિધામાં વધારો કરવા અને મુસાફરોની માંગને પહોંચી વળવા માટે ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી 15 જાન્યુઆરી સુધી વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લીધો છે.

Tag | VTV Gujarati

વાંચવા જેવું: પ્રવાસીઓની પહેલી પસંદ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી: 5 વર્ષમાં મુલાકાતીઓનો રેકોર્ડબ્રેક ધસારો, જાણો આકર્ષણ પાછળના કારણો

ટ્રેનોની વિગતો

1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ અગાઉ 30 ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. પરંતુ હવે તેને 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. 

2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જેને અગાઉ 31મી ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. પરંતુ હવે તેને 16મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

3. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જે અગાઉ 31મી ડિસેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તે હવે 15મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. 

4. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જે અગાઉ 31મી ડિસેમ્બર સુધી જાહેર કરવામાં આવી હતી. તે હવે 15મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09435, 09436, 09455 અને 09456ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 30 ડિસેમ્બરે તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ