બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Fraud in the name of blocking a credit card to a railway employee

છેતરપિંડી / સ્કીમ થઈ ગઈ: 'ગઠિયાએ કહ્યું બેન્કમાંથી વાત કરું છું..' રેલવેકર્મીને ક્રેડિટકાર્ડ બંધ કરાવવા જતાં રૂ. 1.18 લાખનો ચૂનો લાગ્યો

Kishor

Last Updated: 08:13 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વટવામાં રહેતા રેલવેના એક કર્મચારી ક્રેડિટકાર્ડ બંધ કરાવવા જતાં ગઠિયાએ તેમની પાસેથી ૧.૧૮ લાખ રૂપિયા સેરવી લીધા હતા. જેને લઈને પોલીસે ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

  • વટવામાં રહેતા રેલવેના એક કર્મચારી સાથે છેતરપિંડી
  • ક્રેડિટકાર્ડ બંધ કરાવવા જતાં ગઠિયાએ ૧.૧૮ લાખ રૂપિયા સેરવી લીધા
  • વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદવાદના છેતરપીંડીનો વધુ એક કિસ્સો સામેં આવ્યો છે. જેમાં વટવાની રેલવે કોલોની ખાતે રહેતા દિનેશભાઇ બારિયાએ ઠગાઈની ફરિયાદ કરી છે. દિનેશભાઇ વટવા રેલવેના મિકેનિકલ વિભાગમાં નોકરી કરે છે. દિનેશભાઇને ક્રેડિટકાર્ડની જરૂર ન હતી તેમ છતાં તેમને સ્કીમ છે તેમ કહીને ક્રેડિટકાર્ડ આપ્યું હતું.

VTV Gujarati News and Beyond on Twitter: "'પેંડા લઈને સર્કિટ હાઉસ આવી જાઓ,  ટેન્ડર મળી ગયું છે!' અમદાવાદમાં વેપારી સાથે રૂ. 4.10 કરોડની છેતરપિંડી  #Ahmedabad #Fraud https://t.co ...


થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી દિનેશભાઇ પર ફોન આવ્યો હતો. ફોન કરનારે દિનેશભાઇને કહ્યું હતું કે હું એક્સિસ બેન્કમાંથી બોલું છું, તમારે ક્રેડિટકાર્ડ ચાલુ રાખવાનું છે કે બંધ કરવાનું છે? દિનેશભાઇએ ગઠિયાને ક્રેડિટકાર્ડ બંધ કરવાનું કહ્યું હતું. ગઠિયાના કહ્યા મુજબ દિનેશભાઇએ તમામ વિગત આપી દીધી હતી. થોડી વારમાં દિનેશભાઇએ ગઠિયાને એક ઓટીપી આપી દીધો હતો, જેથી ગઠિયાએ થોડી વારમાં તમારું ક્રેડિટકાર્ડ બંધ થઇ જશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો.

Tag | VTV Gujarati

વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 
ત્યાર બાદ ગઈ કાલે સેલરી એકાઉન્ટમાંથી રૂપિયા કપાયાનો મેસેજ આવતાં તેઓ ચોંકી ગયા હતા. દિનેશભાઈને ગઠિયાએ પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી ટુકડે-ટુકડે ૧.૧૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા. દિનેશભાઇએ આ અંગે તરત પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાર બાદ તેમણે ગઠિયા વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીનું પ્રમાણ પણ વધી ગયું
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડેબિટ અને ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરે છે, સીધી રીતે નહીં તો ક્યારેક UPI પેમેન્ટ અથવા ડાયરેક્ટ પેમેન્ટ માટે આપણે કાર્ડનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. જેમ જેમ આ કાર્ડ યુઝ કરનારાની સંખ્યા વધી છે તેમ તેમ આ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. ક્રેડિટકાર્ડ એસોસિયેશન અથવા કાર્ડ ઈશ્યૂ કરનાર બેન્કે કાર્ડને જે નંબર આપ્યો હોય તે નંબર ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરવા માટે ગ્રાહકે મર્ચન્ટને આપવો પડે છે.


ભૂલથી પણ આ નંબર  ન કરવો શેર 
જોકે આ નંબર અન્ય કોઈ સાથે શેર કરવો જોઈએ નહીં. કાર્ડ પર આંકડા પ્રિન્ટ થયેલા હોય છે. CVV તેનો અર્થ કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ એવો થાય છે. કાર્ડ પર પ્રિન્ટ કરાયેલો આ ત્રણ આંકડાનો નંબર હોય છે, જે મોટા ભાગનાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ફરજિયાત આપવાનો હોય છે. આ વિગત પણ કોન્ફિડેન્શિયલ હોય છે અને તે ક્યારેય કોઈનીય સાથે શેર ન કરવો જોઈએ તેમજ કોઈ પણ ઓટીપી નંબર પણ શેર કરવો જોઈએ નહીં

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ