બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ભારત / Politics / Former Union Health Minister Leader Dr. Harshavardhan left politics

રાજનીતિ / ભાજપે ટિકિટ કાપતાં દિગ્ગજ નેતાએ રાજકારણને કહ્યું 'ગુડબાય', કહ્યું મારી ક્લિનિક મારી રાહ જુએ છે

Priyakant

Last Updated: 03:18 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : સૌથી પહેલા ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લિસ્ટ જાહેર થયા પહેલા જ સક્રિય રાજનીતિથી દૂર રહેવાની વિનંતી કરી અને હવે આ દિગ્ગજ નેતાએ કર્યું એલાન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ગઇકાલે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જોકે હવે જે લોકોની ટિકિટ કપાઈ છે તેમાંથી કેટલાક નેતાઓએ હવે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા પાર્ટીમાં રાજકારણથી દૂર રહેવાની પ્રક્રિયા ચાલુ છે. સૌથી પહેલા ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લિસ્ટ જાહેર થયા પહેલા જ સક્રિય રાજનીતિથી દૂર રહેવાની વિનંતી કરી હતી. આ બધાની વચ્ચે હવે યાદી જાહેર થયા બાદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજનીતિથી દૂરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, શનિવારે ભાજપ દ્વારા જાહેર કરાયેલી ટિકિટોમાંથી ડૉ.હર્ષવર્ધનની ટિકિટ પણ કાપવામાં આવી હતી. 

પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને X પર એક લાંબી પોસ્ટ લખીને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહત્વનું છે કે, હર્ષવર્ધનની જગ્યાએ પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, હર્ષવર્ધન હાલમાં ચાંદની ચોક લોકસભા સીટથી સાંસદ છે પરંતુ ભાજપે તેમને 2024ની સામાન્ય ચૂંટણી માટે ટિકિટ આપી નથી. આ વખતે પાર્ટીએ ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે, હર્ષ વર્ધન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે.

પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને શું કહ્યું ? 
ડૉ. હર્ષ વર્ધન સરકારમાં ઘણા પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કરી છે. હવે મારે મારા મૂળમાં પાછા ફરવાની પરવાનગી જોઈએ છે. પચાસ વર્ષ પહેલાં જ્યારે મેં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ઇચ્છા સાથે કાનપુરની GSVM મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ લીધો, ત્યારે માનવજાતની સેવા એ મારું સૂત્ર હતું. હૃદયથી સ્વયંસેવક હોવાને કારણે મેં હંમેશા કતારમાં છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે હું દીન દયાલ ઉપાધ્યાયની અંત્યોદય ફિલોસોફીનો અનુયાયી રહ્યો છું. હું તત્કાલિન RSS નેતૃત્વની વિનંતી પર ચૂંટણી મેદાનમાં આવ્યો હતો. તે મને ફક્ત એટલા માટે સમજાવી શક્યા કારણ કે મારા માટે રાજકારણનો અર્થ આપણા ત્રણ મુખ્ય દુશ્મનો-ગરીબી, રોગ અને અજ્ઞાન સામે લડવાની તક હતી.

વધુ વાંચો: ભાજપના પવન સિંહને શું થયું? પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા અને ભોજપુરી સ્ટારે એક જ દિવસમાં ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર

આ સાથે હર્ષવર્ધને વધુમાં લખ્યું કે, મારી પાસે એક અદ્ભુત ઇનિંગ હતી જે દરમિયાન હું સામાન્ય માણસની સેવા કરવામાં જોશપૂર્વક વ્યસ્ત રહ્યો. મેં દિલ્હીના આરોગ્ય મંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે બે વખત સેવા આપી છે. આ વિષય મારા હૃદયની નજીક છે. મને સૌપ્રથમ ભારતને પોલિયો મુક્ત બનાવવાની દિશામાં કામ કરવાની અને પછી કોવિડ-19 સંક્રમણ દરમિયાન તેની સાથે સંઘર્ષ કરી રહેલા આપણા લાખો દેશવાસીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની દુર્લભ તક મળી. માનવજાતના લાંબા ઈતિહાસમાં માત્ર થોડા લોકોને જ ગંભીર સંકટના સમયમાં તેમના લોકોની રક્ષા કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે, અને હું ગર્વથી દાવો કરી શકું છું કે, મેં જવાબદારી છોડી નથી. આ સાથે ભગવાન શ્રી રામે મને જે સૌથી મોટું સૌભાગ્ય આપ્યું તે સૌભાગ્ય હતું કે, હું માનવ જીવનને બચાવી શક્યો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ