બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / રાજકોટ / Former supply officer of Rajkot dies of heart attack

હે ભગવાન.. / રાજકોટ: કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમયે ઢળી પડ્યા પૂર્વ પુરવઠા અધિકારી, હાર્ટ એટેકથી મોત

Dinesh

Last Updated: 07:57 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારી એ.આર.ભોજાણીનું હાર્ટએટેકથી નિધન થયું છે, કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમયે અચાનક જ ઢળી પડ્યા હતા.

  • રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારીનું હાર્ટએટેકથી નિધન
  • કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમયે ઢળી પડ્યા
  • 108 મારફતે હોસ્પિટલમાં એ.આર.ભોજાણીને ખસેડવામાં આવ્યા હતા

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે અચાનક જ ટળી પડે છે અને કારણ સામે આવે છે કે, હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક વ્યક્તિનો હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારીનું હાર્ટએટેકથી નિધન થયું છે. જે બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમય ઢળી પડ્યા હતાં
રાજકોટના પૂર્વ પુરવઠા અધિકારી એ.આર.ભોજાણીનું હાર્ટએટેકથી નિધન થયું છે. કોર્ટમાં જુબાની આપી બહાર નીકળતા સમયે અચાનક જ ઢળી પડ્યા હતા ત્યાર બાદ તેમને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં હોસ્પિટલ તંત્રએ પૂર્વ અધિકારીને મૃત જાહેર કર્યો હતો.

અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

હાર્ટ એટેક આવે તે પહેલાના સંકેતો
અચાનક બહુ જ ગરમી લાગવી અને પરસેવો થવો
જોર જોરથી નસકોરા બોલવા તેમજ ઘણીવાર ઊંઘ તૂટવી
છાતી પર દબાણ લાગવું અને છાતી પર કોઇએ અચાનક જ ભાર મૂકી દીધો તેવું ફીલ થવા લાગે
માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ પણ કારણ વિના સતત દર્દ અનુભવાય
ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો થવો અને બાદમાં આપમેળે દુઃખાવો બંધ થઇ જવો
છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ