બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Former Prime Minister Naftali shared the story of Bennett family's murder

હમાસની હેવાનિયત / યહૂદી પરિવારની ઠંડા કલેજે કરપીણ હત્યા.! ઈઝરાયલના પૂર્વ PMએ જણાવી હેબતાઈ જાય તેવી કહાની, હસતો રમતો પરિવાર ખતમ

Kishor

Last Updated: 11:17 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધની સ્થિતિ વચ્ચે હમાસના દયાહીન આતંકવાદીઓએ ઇઝરાયેલના અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેમાં એક હસતારમતા પરિવારનો પણ સમાવેશ થાય છે. જાણો સમગ્ર હકીકત આ અહેવાલમાં !

  • હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધનો મામલો
  • દયાહીન આતંકીઓએ આખા પરિવારને નિર્દયતાથી ખતમ કરી નાખ્યો
  • ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે X પર એક પરિવારની સ્ટોરી શેર કરી

હમાસના ખૂંખાર આંતકવાદીઓએ ઇઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના 100 થી વધુ લોકોને કિડનેપ કરી લીધા હતા. બાદમાં મોટી સંખ્યામાં લોકોની હત્યા પણ કરી દેવામાં આવી હતી.વધુમાં આખા આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધા છે. આતંકવાદીઓએ શનિવારના રોજ ઇઝરાયેલ પર 20 મિનિટમાં 5000 રોકેટથી હુમલો કર્યો હતો આ ઘટનામાં 700 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારબાદ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલના વિસ્તારમાં ઘુસીને નરસંહાર શરૂ કર્યો હતો જેમાં દયાહીન આતંકીઓએ માસુમ બાળકો અને મહિલાનો પણ છોડી ન હતી. જેને લઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા હચમચાવી નાખતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ભૂતપૂર્વ વડા પ્રધાને શેર કરી કહાની

ભૂતપૂર્વ વડા પ્રધાન નફતાલી બેનેટે X પર એક પરિવારની સ્ટોરી શેર કરીને જણાવ્યુ હતું કે આ આખા પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે અને તેનું એક માત્ર કારણ એ છે કે પરિજનો યહૂદી હતા. બેનેટે ટ્વિટમા લખતા કહ્યું કે કેડેમ પરિવારના પિતા જોનાથન, માતા તામર, 6 વર્ષની છોકરીઓ શાચર અને આર્બેલ અને 4 વર્ષનો છોકરો ઓમર. તેમનો પ્રેમ. આ તમામની નિર-ઓઝ કિબુત્ઝમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી દેવાયા છે કારણ કે તેઓ યહૂદી હતા.

પતિ બંધક બનવા પણ તૈયાર હતો

અન્ય એક કિસ્સામાં, ડોરન આશર નામની મહિલાનું તેની બે પુત્રીઓ અને માતા સાથે અપહરણ કરાય બાદ હમાસના આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. જેને લઈને ડોરેન તેના પતિને જાણ કરી હતી. બાદમાં ફોન કટ થયો હતો અને તેના પતિએ તેની પત્નીનો અવાજ સાંભળ્યો ન હતો. જ્યારે ફોન ટ્રેક કરવામાં આવ્યો ત્યારે લોકેશન સરહદ પાર ગાઝામાં હોવાનું બહાર આવ્યું હતું. આતંકીઓ બંદૂકની અણી પર મહિલાઓ અને બાળકોનું અપહરણ કર્યું હતું. જેમા પત્ની અને બાળકોને છોડી દેવા પર તેનો પતિ બંધક બનવા પણ તૈયાર હતો. આવા તો અનેક કરુણ કિસ્સાઓ સામેં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ