બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former president of Amreli district BJP tweeted about sand theft

ખળભળાટ / અમરેલી જિલ્લામાં સૌથી મોટું રેતીચોરીનું રેકેટ ઝડપાયું,ભાજપના જ નેતાએ PMને ટ્વીટમાં ટેગ કરી આવું લખ્યું

Dinesh

Last Updated: 06:45 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જિલ્લામાં રેતીચોરીનું રેકેટ ઝડપાતા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ટ્વીટ કરતા રાજનીતિ ગરમાઈ છે, 'સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા'

  • અમરેલીમાં રેતીચોરી કૌભાંડને લઈ રાજકારણાં ખળભળાટ
  • અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે રેતીચોરી મામલે કરી ટ્વીટ
  • "લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા"


ખનીજ માફિયાઓના આતંકથી લોકો તો પરેશાન છે પણ હવે તો ભાજપના નેતાઓ પણ પરેશાન થયાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોળા દિવસે બેખોફ ખનન થવાના વખતો વખત કિસ્સાઓ સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામે પાસે ચાલી રહેલા ખનન મામલે ગઈકાલે મામલતદારે  કાર્યવાહી કરી છે. મામલતદારે ખનનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધન સામગ્રી પણ કબજે કરી ખાણ અને ખનીજ વિભાગના હવાલે તપાસ સોંપી છે. આ સમગ્ર ઘટના બાદ અમરેલી જિલ્લાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડોક્ટર ભરત કાનાબારે એક ટ્વિટ કર્યું છે.  

ડોક્ટર ભરત કાનાબારે શું લખ્યું છે ટ્વીટમાં
અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી છે કે, અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ ! રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. તેમણે તે સિવાય પણ લખ્યું છે કે, સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!. અત્રે ઉલ્લખનીય છે કે, આ ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. જેને લઈ રાજનીતિમાં માહોલ ગરમાયો છે.

ઘટનાસ્થળની તસવીર

પ્રાંત અધિકારીનું નિવેદન
તમને જણાવી દઈએ કે, આ ખનન ચોરીને લઈ મામલતદારે ગઈકાલે જે સપાટો બોલાવ્યો હતો, જેમણે ત્યાં અચાનક દરોડા પાડતા ઘટનાસ્થળથી રેતી નીકાળવાની સાધન સામગ્ર સાથે ચાર બોટ અને એક હિટાચી કંપનીનું મશીન જપ્ત કર્યો હતો તેમજ મોટા પ્રમાણમાં ખનન કેરેલી રેતી પણ મળી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈ પ્રાંત અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમને રેતી ખનન બાબતે માહિતી મળી હતી ત્યારબાદ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાંથી રેતી ખનન કરવાની વિવિધ સાધન સામગ્રી મળી આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્થળ પરથી કેટલું ખનન થયું છે તે અંગે ખાણ અને ખનિજ વિભાગને વધુ તપાસ સોંપી છે.

રાજકારણમાં ખળભળાટ
ડોક્ટર કાનાબારે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપો પણ ટ્વિટ મારફતે કર્યા છે. તેમણે ટ્વીટમાં ઉલ્લેખ્યું છે કે, સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા. આ સમગ્ર ઘટનાથી વર્તમાનમાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ