બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Forecast of rain in these two districts in Gujarat, to whom did CR Patil offer the Lok Sabha? A twist at the World Cup

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આ બે જિલ્લામાં વરસાદની આગાહી, સી આર પાટીલે કોને કરી લોકસભાની ઓફર? વર્લ્ડ કપમાં ઉલટફેર

Vishal Khamar

Last Updated: 11:36 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીનાં નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારાા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો માટે મહત્વની આગાહી કરી છે. તો રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા.

Sportsmen's color break: Rain spells in these districts, know tomorrow's weather mood

નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ખેલૈયાઓ અવનવા ટ્રેડીશનલ ડ્રેસ સાથે ગરબામાં ઝુમવા થનગની રહ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે એટલે કે રવિવારે રાજ્યમાં મહીસાગર, અરવલ્લી, મોડાસામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જેથી ગરબા આયોજકો વિમાસણમાં મુકાયા હતા.

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગે આજે ગુજરાતનાં અરવલ્લી તેમજ મહીસાગરમાં જ વરસાદની આગાહી કરી છે. બાકી તમામ જગ્યાએ વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. 

cmBhupendra Patel has decided to extend the Swarnim Jayanti Chief Minister Urban Development Scheme

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ માટેનું વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વધતા જતા શહેરીકરણને પગલે શહેરીજનોની માળખાકીય સુવિધાઓ-જરૂરિયાત પૂર્ણ કરવાના હેતુથી ગુજરાતની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના સ્વર્ણિમ જયંતિ અવસરે 2009-10માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે.

earthquake tremors in delhi ncr

ઉત્તર ભારતમાં ફરી વાર મોટો ભૂકંપ આવ્યો છે. રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 3.1 કરતા વધારે હતી. આ આંચકા ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ખૂબ જ જોરદાર અનુભવાયા હતા. ભૂકંપના ડરથી લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. સાંજે લગભગ 4.08 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

The train of Ambaji fake ghee reached one more trader

અંબાજી  પ્રસાદના ઘીમાં થયેલી ભેળસેળમાં રોજબરોજ નવા નામ ખુલી રહ્યા છે. મોહિની કેટરર્સમાંથી ઝડપાયેલ બનાવટી ઘીની તપાસ છેક અમદાવાદ સુધી પહોંચી હતી. જેમાં અમદાવાદની નિલકંઠ ટ્રેડર્સ સીલ મરાઈ અને તેના માલિક જતીન શાહની ધરપકડ થતાં પાલડીના વેપારી દુષ્યંત સોનીનું નામ ખુલ્યું હતું અને હવે દુષ્યંત સોનીની ધરપકડ બાદ વધુ એક નામ સામે આવ્યું છે. દુષ્યંત સોનીએ અલ્પેશ નામના વેપારી પાસેથી ઘીનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત થતા ખળભળાટ મચી ગયો છે.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દુષ્યંત સોનીએ અલ્પેશનું નામ આપ્યું છે.

CR Patil offered Lok Sabha seat to Maulesh Ukani

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીનાં ભાજપ દ્વારા નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી પુરે પુરી શક્યતાઓ છે. ત્યારે આજે રાજકોટ ખાતે થેલેસેમિયાગ્રસ્ત લોકોને રક્ત પૂરૂ પાડવા રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  વિશ્વબંધુ રક્તદાતા મહોત્સવમાં હાજરી આપી હતી. તેમજ પ્રદેશ પ્રમુખે મૌલેશ ઉકાણીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા કરી હતી. સી.આર.પાટીલની હાજરીમાં મૌલેશ ઉકાણીની રક્તતુલા પણ કરવામાં આવી હતી.

A pickup van full of passengers broke down near Gujarat-Rajasthan border

ગત રોજ સાંજનાં સુમારે અરવલ્લી જીલ્લાની રતનપુર બોર્ડ પાસે બપોરનાં સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે રતનપુર પાસેની રાજસ્થાનની હદમાં અકસ્માત સર્જાયો હતો. ક્રુઝર જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્રુઝરજીપ પલ્ટી મારી જતા આઠ લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે હાલ મળતી માહિતી મુજબ મુસાફર ભરેલી ક્રુઝર ગાડીની બ્રેક ફેઈલ તતા આગળ જઈ રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે શામળાજી સારવાર માટે લવાયેલ એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. રાજસ્થાન પોલીસે ઘટનાં સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

UP Rain: Heavy rain alert for three days in North India, when will it rain in UP? Know the latest weather conditions

ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવામાન વિભાગે કહ્યું છે કે 17 ઓક્ટોબર સુધી ઘણા રાજ્યો અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ થવાનો છે. આ સિવાય જો દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ ચાલુ છે અને આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પંજાબમાં 15 અને 16 ઓક્ટોબરે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત આંધી અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. યુપી અને રાજસ્થાનમાં આજે અને આવતીકાલે વરસાદ પડી શકે છે. આ સિવાય 17 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદનું એલર્ટ છે.

Wearing Short Skirts, Dancing Provocatively Not Obscene Per Se: High Court

નાગપુરના તિરખુરામાં એક રિસોર્ટના બેન્ક્વેટ હોલમાં યોજાયેલા એક કાર્યક્રમ અંગે દાખલ કરવામાં આવેલા પોલીસ કેસને બોમ્બે હાઈકોર્ટે રદબાતલ ઠેરવ્યો છે અને કહ્યું છે કે શોર્ટ સ્કર્ટ પહેરવું, ઉશ્કેરણીજનક નૃત્ય કરવું અથવા હાવભાવ કરવા અશ્લીલતા નથી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તે જનતાને કોઈ પણ રીતે પરેશાન ન કરે ત્યાં સુધી કોઈ અશ્લીલતા નથી. હાઇકોર્ટની નાગપુર બેન્ચના આદેશ મુજબ મે મહિનામાં પોલીસની એક ટીમે તિરખુરામાં ટાઇગર પેરેડાઇઝ રિસોર્ટ અને વોટર પાર્કમાં દરોડો પાડ્યો હતો અને છ મહિલાઓ ટૂંકા વસ્ત્રોમાં પ્રેક્ષકો માટે ડાન્સ કરતી જોવા મળી હતી. કોર્ટે કહ્યું કે એફઆઈઆરથી જાણવા મળે છે કે પોલીસ અધિકારીઓએ, બેન્ક્વેટ હોલમાં પ્રવેશ્યા પછી, જોયું કે છ મહિલાઓ ટૂંકા કપડાં પહેરીને અશ્લીલ નૃત્ય કરી રહી હતી, જ્યારે દર્શકો તેમના પર 10 રૂપિયાની નકલી નોટોનો વરસાદ કરી રહ્યા હતા. એફઆઈઆરમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે કેટલાક દર્શકો પણ દારૂ પીતા હતા. 

Mohotsav organized by Department of Tourism and Department of Cultural Activities of Govt

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તે અવસરે અમદાવાદના પ્રભારી અને  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ કિરીટ ભાઇ સોલંકી હસમુખ પટેલ અને ધારાસભ્યો તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ENG vs AFG Afghanistan pull off huge upset, beat England by 69 runs

રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબીની જાદુઈ સ્પિનને કારણે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને 2023 ODI વર્લ્ડ કપમાં પ્રથમ અપસેટ સર્જ્યો હતો. કોઈપણ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની આ પ્રથમ જીત છે. પ્રથમ રમત રમીને અફઘાનિસ્તાને રહેમાનુલ્લાહ ગુરબાઝની 80 રનની તોફાની ઇનિંગને કારણે 285 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40.3 ઓવરમાં માત્ર 215 રનમાં જ સમેટાઈ ગઈ હતી. હેરી બ્રુકે ઈંગ્લેન્ડ માટે 61 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. જ્યારે અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નબીને બે સફળતા મળી હતી.

 Biden dials Palestine's President to condemn Hamas attack; assures humanitarian aid

ઈઝરાયલ-પેલેસ્ટાઈન જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને બાજી હાથમાં લીધી છે અને તેણે લડાઈ લડી રહેલા બન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષોને ફોન કર્યો હતો. જો બાયડને પહેલા ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો હતો અને તેણે યુદ્ધ અટકાવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ તેમણે પેલેસ્ટાઈની પ્રેસિડન્ટ મોહમ્મદ અબ્બાસ સાથે વાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ