બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ford company in Sanand laid off 355 workers

અમદાવાદ / નોકરી નહીં રોટલો ગયો.! સાણંદમાં ફોર્ડ કંપનીએ 355 શ્રમિકને કર્યા છૂટા, શ્રમ કાયદાના ભંગનો આરોપ

Kishor

Last Updated: 09:31 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાણંદમાં પ્લોટ ધરાવતી ફ્રોડ કંપનીએ 355 શ્રમિકને એક સાથે  છૂટા કરી દેતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી લેબર ઓફીસ ખાતે દોડી ગયા હતા અને આ મામલે યોગ્ય કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

  • અમદાવાદમાં ફ્રોડ કંપનીએ 355 શ્રમિકને કર્યા છૂટા
  • કમિશનર ઓફ લેબરને શ્રમિકોની રજૂઆત
  • ખોટી રીતે છૂટા કર્યા હોવાનો આક્ષેપ

મંદી, મોંઘવારીના યુગમાં અનેક ખાનગી કર્મચારીઓની નોકરી છૂટી ગઈ છે. મોટી મોટી કંપનીઓએ પોતાના સંખ્યાબંધ કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદના સાણંદમાં પ્લોટ ધરાવતી ફોર્ડ કંપનીએ પોતાના 355 કામદારોને છુટા કરવાનો નિર્ણય કરતા કર્મચારીઓમા રોષ ભભૂકયો છે. નોકરી નહિ રોટલો છીનવાઈ જતા કર્મચારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ શ્રમ કાયદાનો ભંગ કરી શ્રમિકોને છૂટા કર્યા હોવાનો કર્મચારીઓ આરોપ લગાવી રહ્યા છે.


ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આવ્યા શ્રમિકોના મદદે

આ મામલે દેકારો બોલી જતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તાબડતોબ શ્રમભવન ખાતે દોડી ગયા હતા. જ્યા કામદારોની હાજરીમાં ડેપ્યુટી કમિશનર ઓફ લેબરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે શ્રમ કાનૂનોનું સદંતર ઉલ્લંઘન કરી કર્મચારીઓને ઘરભેગા કરવામા આવ્યા હતા. તેમણે 355 કામદારોનું સમાધાન કરી નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. જેમાં આગામી સમયમાં નિરાકરણ નહિ આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


355 શ્રમિકોનુ સમાધાન કરી નિરાકરણ લાવવાની કરી માગ

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 300 થી વધુ લોકોએ કામની માંગ સાથે લેબર ઓફિસના દરવાજે બેસવું પડે તે રાજ્યની સૌથી મોટી દુર્દશા ગણી શકાય છે. કર્મચારીઓએ વર્ષો સુધી પરશેવો પાડી અને અનેક કારનું ઉત્પાદન કર્યું છે. અને હજુ પણ કર્મચારીઓ કામ કરવા તૈયાર હોવા છતાં કંપનીએ નીતિ નિયમ નેવે મૂકી અને કર્મચારીઓને છૂટા કરી નાખ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કંપનીના કર્મચારીઓ તથા આગેવાનો સાથે મળી અને આ સમસ્યાનો નિવેડો લાવે તેવી અંતમાં માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ