બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Food poisoning of 200 persons in Dungar village of Rajula

લગ્નમાં ફૂડ પોઈઝનિંગ / રાજુલામાં બિરિયાની-દૂધીનો હલવો ખાધા બાદ 15 બાળકો સહિત 200 બીમાર પડતાં હોસ્પિટલ ભેગા, આરોગ્ય તંત્ર દોડતું થયું

Dinesh

Last Updated: 10:00 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુલાના ડુંગર ગામે નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો ખાધા પછી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

  • ડુંગર ગામે 200 લોકોને ફૂડ પોઈઝનિંગ
  • લગ્નપ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગ
  • અસરગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા


અમરેલીના રાજૂલામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ડુંગર ગામે 200થી વધુ વ્યક્તિઓને ઝેરી ભોજનની અસર થઈ છે, 30 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા પછી આ તમામ વ્યક્તિઓેને ઝાડા-ઉલટીઓ થતા અસરગ્રસ્તોને રાજુલા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો જમ્યા હતા
પાપ્ત વિગતો મુજબ લગ્ન પ્રસંગના જમણવારમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. જે ભોજન 2500થી વધુ લોકોએ લીધું હતું. જેમાંથી 200 જેટલા લોકોને આ ભોજનની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ડૂગર ગામે મુસ્લિમ પરિવાર રફીક ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી 

15થી વધુ બાળકોને અસર
આ ફૂડ પોઈઝનિંગ નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવામાંથી થઈ હોવાની શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ 2500થી 3000 જેટલા લોકોને ભોજન જમ્યુ હતું. જેમાંથી હાલ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જે 200માં 15થી વધુ બાળકો પણ છે. જો કે, આ સમગ્ર મામલે હાલ તો આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.

ડોક્ટરોને હાજર રહેવા સૂચના
રાજુલા, સાવરકુંડલા, મહુવા અસપાસની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ આજુબાજુની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે સૂચના આપી છે. અત્રે તમને જણાવી દઈએ કે, અસરગ્રસ્તોનો આંકડો હજુ પણ વધી શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ