બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / food and drink in hotels and restaurants will also be expensive

મોંઘવારીનો માર / હોટલોમાં ખાવાનું ભારે પડશે: દૂધ અને સિલેન્ડરના ભાવમાં ભડકો થયા બાદ ખાવાનું પણ થશે મોંઘુ

Pravin

Last Updated: 04:41 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ બાદ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. ગ્રાહકો મોબિલિટીમાં સુધારો આવ્યા છે. તેનાથી રેસ્ટોરંટ્સ, કાફે અને ફાસ્ટ ફૂડ સંચાલકો માર્ચ મહિનામાં ખૂબ રિકવરીની આશા રાખીને બેઠા છે.

  • મોંઘવારીએ માઝા મુકી
  • દૂધ અને  સિલેન્ડરના ભાવ વધ્યા
  • રેસ્ટોરંટમાં ખાવાનું મોંઘુ થશે

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ બાદ પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. ગ્રાહકો મોબિલિટીમાં સુધારો આવ્યા છે. તેનાથી રેસ્ટોરંટ્સ, કાફે અને ફાસ્ટ ફૂડ સંચાલકો માર્ચ મહિનામાં ખૂબ રિકવરીની આશા રાખીને બેઠા છે. પણ તેમની આ આશા નઠારી સાબિત થઈ. 1 માર્ચ 2022થી દૂધના ભાવ વધી ગયા છે. કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો અને સાથે સાથે તેલની કિંમતોમાં પણ વધારો થઈ ગયો છે. બે રૂપિયા પ્રતિ લિટર દૂધ મોંઘુ થયું છે, તો વળી અન્ય ડેરી પ્રોડક્ટ્સના ભાવ પણ વધ્યા છે. આપને જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગથી ખાવાનું તેલ પણ છેલ્લા એક અઠવાડીયામાં ખૂબ મોંઘું થયું છે. 

105 રૂપિયે મોંઘો થયો કોમર્શિયલ ગેસ સિલેન્ડર

વાત હજૂ અહીં પુરી થતી નથી. ઈંડિયન ઓયલ કોર્પોરેશને પણ કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં મોટો વધારો કરી રિકવરીની આશા પર પાણી ફેરવી દીધું છે. 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો ઠોકી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે આ બાટલો 2012 રૂપિયામાં મળતો થશે. જે પહેલા ફેબ્રુઆરીમાં 1907 રૂપિયામાં મળતો હતો. કલકત્તામાં પણ તેની કિંમત હવે 2095 રૂપિયા થઈ છે, મુંબઈમાં 1963 રૂપિયા અને ચેન્નાઈમાં 2145 રૂપિયા થશે.

રેસ્ટોરંટ, કાફેમાં વધશે ભાવ

દૂધ, તેલ, ગેસ બધાના ભાવ વધવાના કારણે રેસ્ટોરંટ, કાફે અને ફાસ્ટ ફૂડ સંચાલકો પર તેની ખૂબ માઠી અસર થઈ છે. એટલે કે, હવે રસ્તા પરની કોઈ લારી પર ઉભા રહીને ચા પીવાનું- સમોસા ખાવાનું અને રેસ્ટોરંટ તથા હોટલમાં સ્વાદિષ્ટ ભોજન પર આપને વધારે ખિસ્સુ ઢીલું કરવું પડશે.

LPG ના ભાવ સ્થિર

જો કે, રાહતની વાત એ છે કે, ઘરેલૂ ગેસ સિલેન્ડરના ભાવમાં હાલ તો કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીમાં નોન સબ્સિડાઈઝ્ડ રસોઈ ગેસ સિલેન્ડર 899.50 રૂપિયામાં જ મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરની કિંમત 6 ઓક્ટોબર 2021થી સ્થિર છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધશે

મોંઘવારીના આ આગ અહીંથી જ નથી અટકવાની. ક્રૂડ ઓયલમાં 100 ડોલર ઉપરની બેરલનો ભાવ થઈ ગયો છે. જેથી પેટ્રોલિયમ કંપનીઓને ભારે ફટકો પડ્યો છે. 7 માર્ચ બાદ ગમે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. જેનાથી મોંઘવારીમાં મોટો ભડકો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ