બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Food adulteration revealed in RTI filed by grahk suraksha grahak satyagrah

અમદાવાદ / 'તમે ખરીદેલી વસ્તુ મિસબ્રાન્ડેડ તો નથી ને' ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહની આરટીઆઇમાં મોટો ધડાકો

Kishor

Last Updated: 07:40 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં તંત્ર દ્વારા અવારનવાર ફૂડ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેની ચકાસણીમા અનેક વસ્તુ ખાવાલાયક ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • અમદાવાદઓ ખાદ્ય સામગ્રી કે ખાદ્ય વસ્તુ ખરીદતા પહેલા ચેતજો ?
  • શું તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો તેનું સ્ટાન્ડર્ડ જળવાયેલું છે ?  
  • તમે ખરીદેલી વસ્તુ મિસ બ્રાન્ડ તો નથી ને !      

 આજે ફૂડ સેફટી દિવસ છે ત્યારે ફૂડ સેફટી દિવસે અમદાવાદમાં તહેવારોમાં લેવામાં આવતા ખાદ્ય સામગ્રીના સેમ્પલ બાદ ચકાસણી થાય છે. જેનું શું પરિણામ આવ્યું તે અંગે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા આરટીઆઇ કરવામાં આવતા ધડાકો થયો છે. ખાદ્ય સામગ્રી ભેળસેળ યુક્ત હોવાનો ખુલાસો ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા કરેલી RTIમાં  થયો છે. કેમકે તહેવાર આવે છે ત્યારે અનેક પ્રકારના સેમ્પલ લેવાય છે. પરંતુ તહેવાર ગયો અને સેમ્પલ પણ કોરેણે મુકાય જાય છે. ત્યારે AMC દ્વારા લેવાયેલા  સેપ્લ્મનું શું પરિણામ આવ્યું તે જાણવા માટે  ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્યવિભાગમા RTI કરવામાં આવી હતી.જેમાં 1 જાન્યુઆરી 2022 થી 30 એપ્રિલ 2023 સુધી શહેરમાં ખાદ્યસામગ્રી પર લીધેલા સેમ્પલની અંગે સત્તાવાર રીતે માહિતી સામે આવી છે.

માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજોઃ આ વસ્તુમાંથી બનાવાય છે માવો, રાજ્યમાં તંત્ર  દ્વારા 45 એકમો સિલ કરાયા | Diwali 2019 Gujarat drugs and food department  seal 45 sweet factory

આટલા સેમ્પલ થયા નાપાસ

AMCના ફૂડ વિભાગ દ્વારા અમદાવાદ શહેરભરમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 53 સેમ્પલો સબસ્ટાન્ડર્ડ નીકળ્યા હતા.ઉપરાંત 63 વિક્રેતા દ્વારા ખાદ્યસામગ્રીમાં કયાંક ઘી,તેલ,પામોલિન સહિતના મિસબ્રાન્ડેડ વસ્તુઓ વેચતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો અમદાવાદની ડેરીઓમાં દેશી ગાયના ધી,પાણી પણ મિસબ્રાન્ડેડ હોવાનું રિપોર્ટમાં આવ્યું  સામે આવ્યું છે. એટલું જ નહીં બાળકો માટે વપરાતી ચોકલેટ સહિતની વસ્તુ પણ મિસબ્રાન્ડેડ હોવાનું બહાર આવ્યું હતું. સાથે સાથે બટર, પનીર, કપાસિયા તેલ, ઘી, પામોલિન ઓઇલ,દહીં, ગાયનું દૂધ અને માવો પણ સબસાન્ડર્ડ નીકળ્યો હતો. આ પ્રોડકટની ગુણવત્તા સાથે ચેડાં થયા હોવાનું RTIના જવાબમાં  AMCએ કબૂલાત આપતા હડકંપ મચી ગયો છે.

માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજોઃ આ વસ્તુમાંથી બનાવાય છે માવો, રાજ્યમાં તંત્ર  દ્વારા 45 એકમો સિલ કરાયા | Diwali 2019 Gujarat drugs and food department  seal 45 sweet factory

5 લાખના દંડની જોગવાઈ 

અમદવાદમાં ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓ સ્વાથ્ય સાથે ચેડા કરી રહ્યા છે..પરતું  RTI માં ફક્ત પ્રોડક્ટ સબસ્ટાન્ડ કે મિસબ્રાંડ હોવાની વિગતો દર્શાવાઈ છે.જો કે સબસ્ટાન્ડ ખાદ્યસામગ્રી જાહેર થાય તો તેની સામે 5 લાખનો તેમજ મિસબ્રાન્ડેડ ખાદ્યસામગ્રી જાહેર થાય તો તેની સામે 3 લાખનો દંડની જોગવાઈ છે.ત્યારે હવે તંત્ર દાખલારુપ કામગીરી કરે છે કે કેમ તે જોવું રહ્યું!

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ