બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Follow this procedure to find your nearest Aadhaar card online

તમારા કામનું / Aadhaar Card માં કરાવવા છે ફેરફાર? ઓનલાઈન આ રીતે શોધો કયું આધાર કેન્દ્ર છે સૌથી નજીક

Kishor

Last Updated: 04:40 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નજીકનું આધાર કાર્ડ કેન્દ્ર શોધવા માટે એક ઓનલાઇન પ્રોસેસ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

  • સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ આધાર કાર્ડ
  • આધારકાર્ડ માટે જરૂરી માહિતી
  • નજીકનું આધાર કાર્ડ કેન્દ્ર શોધવા  મદદરુપ થશે આ સ્ટેપ

ભારતમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે અને કોઈપણ સરકારી કે બિનસરકારી યોજનાઓના લાભ માટે સૌ પ્રથમ આધાર કાર્ડ આપવું જરૂરી હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત આધારકાર્ડને લિંક કરવા ઉપરાંત તેમાં સુધારા-વધારા કરવા સહિતની અનેક સમસ્યાને લઈને તમારે ઘણી વખત આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડતી હોય છે. ત્યારે નજીકનું આધાર કાર્ડ કેન્દ્ર શોધવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા હોય તો એક ઓનલાઇન પ્રોસેસ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ રીતે ઘરે બેઠા જાણો તમારા આધાર કાર્ડનો ક્યાંક ખોટો ઉપયોગ તો નથી થયો ને,  સરળ છે પ્રોસેસ | where and how many times your aadhaar card is used here  how to

આધાર કાર્ડ કેન્દ્ર માટે સૌપ્રથમ https://appointments.uidai.gov.in/easearch.aspx ની મુલાકાત લેવી. બાદમાં રાજ્ય દ્વારા, બીજું પિન કોડ દ્વારા અને ત્રીજું સર્ચ બોક્સ દ્વારા, જ્યાં વ્યક્તિ શહેર, જિલ્લો વગેરે ટાઈપ કરી આધાર નોંધણી અને અપડેટ સેન્ટર શોધી શકાય છે.

UIDAI  વૈકલ્પિક કેન્દ્ર પણ છે
આધાર સેન્ટર શોધવા માટે પિન કોડનો ઉપયોગ કર્યો હોય તો જણાવેલ કૉલમમાં પિન કોડ લખવા. બાદમાં ' કાયમી કેન્દ્રો બતાવો' વિકલ્પ પર ક્લિક કરવુ. બાદમાં આ વિસ્તારમાં ઉપલબ્ધ કાયમી આધાર અપડેટ કેન્દ્રોની યાદી બતાવવામાં આવશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે UIDAI  વૈકલ્પિક કેન્દ્ર પણ છે. જો તમે 'શૉ ઓન્લી સ્થાયી કેન્દ્રો' વિકલ્પ પર ક્લિક નહીં કરો, તો વૈકલ્પિક કેન્દ્ર અને કાયમી બનેં કેન્દ્ર દેખાશે.


બાદમાં એક નવું વેબપેજ ખુલશે. આ નવા વેબપેજ પર તમામ નોંધણી કેન્દ્રોની યાદીનો ઉલ્લેખ કરવાયેલ લિસ્ટ દેખાશે. કોઈપણ વ્યક્તિ નોંધણી / અપડેટ કેન્દ્રના સરનામાની નીચે અપડેટની તારીખ પણ જોઈ શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ