બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Floor test will be held tomorrow in this municipality of Gujarat, BJP has announced the whip

ખરાખરીનો જંગ / મોટી ઉથલપાથલ નક્કી ? આવતીકાલે ગુજરાતની આ નગરપાલિકામાં થશે ફ્લોર ટેસ્ટ, ભાજપે જાહેર કર્યું વ્હીપ

Kishor

Last Updated: 09:03 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે બોરસદ નગરપાલિકામા ફ્લોર ટેસ્ટ થશે. જેને લઇને મોટી ઉથલપાથલ સર્જાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

  • બોરસદ નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત મામલો
  • આવતીકાલે બોરસદ નગરપાલિકામાં ખરાખરીનો જંગ
  • ભાજપ સંગઠને આકરા પાણીએ વ્હીપ જાહેર કર્યુ

આણંદ જિલ્લાના બોરસદ નગરપાલિકામાં ભાજપ પાર્ટીએ બહુમતીના જોરે સત્તાની કમાન સંભાળી હતી. આ દરમિયાન પાર્ટી સંગઠન દ્વારા પાલિકા પ્રમુખ તરીકે આરતી પટેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી જ છાના ખૂણે વિવાદ ચાલતો હતો.  જેનો લાભ લઇ વિપક્ષના 16 સભ્યોએ પાલિકા પ્રમુખ આરતીબેન પટેલની કામગીરીથી નારાજગી વ્યકત કરી પ્રથમ ભાજપ પ્રમુખ આરતી પટેલ અને ત્યારબાદ ઉપપ્રમુખ રણજિત પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જે મામલે આવતીકાલે ખરાખરીનો જંગ ખેલાશે. ભાજપ સંગઠને આકરા પાણીએ થઇ બાગી સભ્યોને કડક શબ્દોમાં વ્હીપ આપી શકે છે.  જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર સભ્યો સસ્પેન્ડ થઇ શકે છે.  આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટી દ્વારા નિર્ણય કરાયો છે.

ભાજપ વિરુદ્ધ મતદાન કરનાર સભ્યો થઈ શકે છે સસ્પેન્ડ 
આ મામલે ભાજપના 12 સભ્યો પર પ્રદેશ સંગઠન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસે 16 અન્ય સભ્યોને સાથે રાખીને અવિશ્વાસની દરખાસ્ત કરી હતી જેને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો હતો.  મહત્વનું છે કે હાલ બોરસદ પાલિકામાં ભાજપના 20 સભ્યો અને અપક્ષના 9 તેમજ કોંગ્રેસના 6 સભ્યો છે. તેમજ AAPનો પણ એક સભ્ય જીત્યો હતો. ત્યારબાદ હાલ બોરસદ પાલિકામાં ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું છે. ત્યારબાદ આવતીકાલે બોરસદ પાલિકામાં ફ્લોર ટેસ્ટ થશે. આ પ્રકરણમાં ભાજપે આણંદના સાંસદ મિતેષ પટેલને  જવાબદારી સોંપી છે અને સાંસદે તમામ ભાજપના સભ્યોને વ્હીપ બજાવ્યું છે. હાલ આ મામલે જિલ્લાના રાજકારણમાં ચકચાર મચાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ