બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / flood disaster situation in many countries like India, China, Turkey, America, know the reason

વિશ્વ / 'આ તો શરૂઆત જ છે'..વૈજ્ઞાનિકોએ આપી ભયાવહ પૂરની ચેતવણી, 2100 સુધી પૃથ્વીનો થશે આ હાલ

Vaidehi

Last Updated: 07:46 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સહિત વિશ્વનાં અનેક દેશોમાં વરસાદે તબાહી મચાવી છે.ત્યારે આ સ્થિતિને જોતા જાણો વૈજ્ઞાનિકોએ શું ચેતવણી આપી છે?

  • ભારત સહિત વિશ્વનાં અનેક દેશોની સ્થિતિ બેહાલ
  • ચીન, અમેરિકા સહિત જાપાન પણ કરી રહ્યો છે સામનો
  • વૈજ્ઞાનિકોએ કારણ જણાવ્યાની સાથે આપી ચેતવણી

સમગ્ર ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ભીષણ વરસાદ અને પૂર જેવી સ્થિતિએ ભારતનાં અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશમાં જળબંબાકારે જાનમાલને મોટું નુક્સાન પહોંચાડ્યું છે.  ભારે વરસાદ અને લેંડસ્લાઈડને લીધે પર્વતો પર અત્યાર સુધી 35 લોકો મૃત્યુ પામ્યાં છે. આવી સ્થિતિ માત્ર ભારતમાં જ નથી સમગ્ર વિશ્વ પૂર, ભૂસ્ખલન વગેરે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે.

મૂશળધાર વરસાદથી વિશ્વ પરેશાન
ભારત સિવાય જાપાનમાં ભારે વરસાદને લીધે થયેલ લેંડસ્લાઈડમાં 2 લોકોનું મૃત્યુ નોંધાયું છે જ્યારે 6 અન્ય લોકો ઘુમ થયાં છે. ચીનમાં 10000 થી વધારે લોકોએ પૂરને લીધે પોતાનું ઘર છોડવું પડ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં પણ પૂરે તબાહી મચાવી છે. પ્રચંડ વરસાદને લીધે તૂર્કી અને કાલાસાગર તટ પર નદીઓમાં પૂર આવ્યો છે.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે તમામ પૂરમાં એક સમાનતા
ભલે દુનિયાનાં અલગ-અલગ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોય પરંતુ વૈજ્ઞાનિકો કહે છે આ તમામ પૂરમાં એક સમાનતા છે. વૈજ્ઞાનિકો અનુસાર આ પૂર ગરમ વાતાવરણમાં બનતા વાવાઝોડાનું પરિણામ છે. જેના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમ વાતાવરણમાં વધુ ભેજ હોય છે જેના પરિણામસ્વરૂપે પ્રચંડ વરસાદ વરસે છે જેના પરિણામો પણ ઘાતકી સાબિત થાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે પ્રદૂષક તત્વો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ અને મીથેન, પર્યાવરણને ગરમ કરી રહ્યાં છે.

વર્ષ 2100 સુધી પૃથ્વીની સ્થિતિ રહેશે સમાન
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 21મી સદીનાં મધ્યમાં આવ્યાં સુધઈમાં પૃથ્વીનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે એક વર્ષમાં 20થી 50 વખત ભેજ જેવું વાતાવરણ સર્જાશે. 2022માં કરવામાં આવેલ રિસર્ચમાં કહેવાયું છે કે વર્ષ 2100 સુધી અમેરિકાનાં દક્ષિણપૂર્વ જેવા સ્થાનોમાં ભીષણ ગરમી પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ