આખી દુનિયા આ સમયે કોરોના વાયરસની સામે લડત લડી રહી છે અને હવે એક કરોડથી વધારે લોકો મહામારીનો શિકાર બની ચૂક્યા છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકો આ મહામારીના કારણે મૃત્યુ પામ્યા છે પરંતુ હજુ સુધી આ મહામારીની વેક્સીન કે દવાની શોધ થઈ નથી. તેની કોઈ પ્રમાણિક સફળતા હાથ લાગી નથી. હજુ સુધી 5 વાતો એવી છે જેના કોઈ જવાબ મળ્યા નથી. જો કોરોના સંદર્ભે આ 5 બાબતોના જવાબો નહીં મળે ત્યાં સુધી તેની સારવાર શક્ય નથી.
કોરોના વાયરસ બન્યો બેકાબૂ
મહામારીની વેક્સીન કે દવા બની નથી
કેટલાક રહસ્યોના કારણે સારવાર શક્ય બની નથી
કોરોના વાયરસને આવ્યાને 6 મહિનાથી વધારે સમય થયો છે. પરંતુ કોરોનાને લઈને કેટલાક એવા રહસ્યો છે જેને વિશે કોઈ જાણકારી નથી. સાયન્સ જર્નલ નેચરે દુનિયાના વૈજ્ઞાનિકોની એક રિપોર્ટ રજૂ કરી છે તેમાં મહામારીના 5 રહસ્યોનો ઉલ્લેખ કરાયો છે જેના વિશે કોઈ જાણકારી નથી. તેમના જણાવ્યા અનુસાર જ્યાં સુધી આ બાબતોનો ઉપાય નહીં મળે ત્યાં સુધી કોરોનાની સારવાર શક્ય નથી.
કોરોના ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી
કોરોના ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અત્યારસુધીનું એટલે કે 6 મહિનાથી કોરોના આવ્યા પછીનું સૌથી મોટું રહસ્ય છે. હજુ સુધી જાણી શકાયું નથી કે કોરોના ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો અને કેવી રીતે જન્મ્યો છે. શરૂઆતના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે તે ચામાચિડીયાથી માણસોમાં ફેલાયો હતો. ત્યાર પછી આરએટીજી 13ને જવાબદાર ગણાવાયો જે ચામાચિડીયામાં જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેઓ તેને યોગ્ય માનતા નથી, તેમનો દાવો છે કે જો એવું હોત તો માણસો અને ચામાચિડીયાના જીનોમમાં 4 ટકાનું અંતર ન હોત. જે આ વાયરસને માટે જવાબર છે.
પ્રભાવિત લોકો પર કોરોના વાયરસનો પ્રભાવ અલગ અલગ
અત્યાર સુધીમાં જેટલા પણ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે તેમનામાં જોવા મળ્યું છે કે સમાન ઉંમર અને સમાન ક્ષમતા પછી પણ દરેક વ્યક્તિ પર આ વાયરસનો પ્રભાવ અલગ અલગ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો હજુ સુધી સમજી શક્યા નથી કે કોરોના વાયરસની વિરુદ્ધમાં અલગ અલગ શરીરની પ્રતિક્રિયા એકમેકથી અલગ શા માટે છે. કોરોના સંક્રમણથી વધુ પ્રભાવિત ઈટલી અને સ્પેન છે. અહીં 4000 લોકો પર થયેલા સશોધનમાં વૈજ્ઞાનિકો તરફથી કહેવાયું છે કે તેમાં એક કે બે અલગ જીન હોઈ શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી રહેશે
વૈજ્ઞાનિકો હજુ સુધી એ પણ સમજી શક્યા નથી કે કોરોના સંક્રમિત થયા બાદ પણ દર્દીના શરીરમાં કોરોના વાયરસની વિરુદ્ધ રોગ પ્રતિરોધક ક્ષમતા ક્યાં સુધી રહેશે. વાયરસથી પ્રભાવિત અન્ય બીમારીઓમાં આ ક્ષમતા થોડા મહિનાઓ સુધી શરીરમાં રહે છે. આ માટે શોધની મદદથી વૈજ્ઞાનિકો જાણવાની કોશિશ કરી રહ્યા છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દીમાં બનતા એન્ટીબોડીઝ કેટલા સમય સુધી શરીરને સ્ટેબલ રાખી શકે છે.
દુનિયાના અનેક દેશોમાં આ વાયરસે પોતાનું ખતરનાક રૂપ દેખાડ્યું છે અને લાખો લોકોના જીવ લીધા છે. જ્યારે કેટલાક દેશોમાં તેનો પ્રભાવ ઓછો છે. આ કારણ છે કે વૈજ્ઞાનિકો આ વાયરસની કાર્યપ્રણાલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે. ક્ષેત્રના આધારે વાયરસમાં બદલાવને પણ સમજવાની કોશિશ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.