બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Five died due to drowning in a single day in Gujarat

અરેરાટી / એક જ દિવસમાં ડૂબવાના કારણે પાંચનાં મોત: સાબરમતીમાં ચાર યુવાનો તણાયા હતા; માત્ર એકને જ બચાવી શકાયો, છોટા ઉદેપુરમાં બે વિદ્યાર્થી તળાવમાં ડૂબ્યાં

Kishor

Last Updated: 05:06 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણા અને છોટાઉદપુર પંથકમાં ડૂબી જવાની 2 ઘટનામાં 5 લોકોને અકાળે કાળ ભેટી જતા જન્માષ્ટમી પર્વની મજા માતમમાં ફેરવાઈ છે.

  • કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બે વિદ્યાર્થીઓ ડૂબ્યા 
  • વલાસણા સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબ્યા
  • 4 પૈકી 1 યુવાનને બચાવી લેવાયો

જન્માષ્ટમીના પાવન પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે અને મહેસાણા અને છોટાઉદપુર પંથકમાં કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં પાણીમાં ડૂબી જતાં 5 લોકોના મોત નિપજયા હોવાનું સામેં આવ્યું છે. જેને લઈને પરિજનોમા ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

પાલઘરમાં ઝરણામાં નહાવા પડેલા 5 બાળકોનુ ડૂબી જવાથી મૃત્યું | Maharashtra  five youngsters feared drown in waterfall


કુમાર છાત્રાલયના બે વિધાર્થીઓ તળાવમાં ડૂબ્યા

એક કરુણ ઘટના છોટાઉદપુરના કવાંટ તાલુકાના ભેખડીયા ગામે સામે આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં તળાવમાં 2 વિદ્યાર્થીઓ ડૂબતા દેકારો બોલી ગયો હતો. ભેખડીયા ગામની કુમાર છાત્રાલયના 2 વિદ્યાર્થીઓ ડૂબી જતા અરેરાટી મચી ગઈ છે. રાઠવા કેશવ, પોપટ આમસોટા નામના વિદ્યાર્થી શાળાએથી છૂટ્યા બાદ ઘાસ કાપવા જતી વેળાએ આ ઘટના બની હતી. જે અંગે સ્થાનિક લોકોને જાણ થયા બાદ ફાયર ફાયટર અને રેસ્ક્યૂને જાણ કરતા ટીમ દોડી ગઈ હતી. આ દરમિયાન તપાસમાં બનેંના મૃતદેહ મળી આવતા પરિજનોમાં રોકકાળ ફેલાયો છે.


વલાસણા સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબ્યા

તેં જ રીતે મહેસાણાના વલાસણા પાસે સાબરમતી નદીમાં 4 યુવાન ડૂબ્યા હોવાની ગોઝારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેમક 3 યુવાનના સાબરમતીમાં ડૂબી જતાં કરુણ મોટ નિપજયા છે. જ્યારે નદીમાં ડૂબી રહેલા 4 પૈકી 1 યુવાનને મોતના મુખમાંથી હેમખેમ ઉગારી લેવાયો હતો. બાદમાં સ્થાનિક તંત્ર દ્વારા મૃતક યુવકોના મૃતદેહને બહાર કાઢી વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જ્યા તપાસમાં ત્રણેય મૃતકો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાની માહિતી સામે આવી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો વડનગર સિવિલ ખાતે દોડી આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ