બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / First World Cup, now Under 19 For the third time in the last 9 months Australia beat india
Megha
Last Updated: 08:59 AM, 12 February 2024
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારતીય ટીમને એક કે બે વાર નહીં પરંતુ ત્રીજી વખત ટાઈટલ જીતવાથી રોકી છે. રવિવારે દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમ, જેણે આખી ટૂર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ હારી નહતી પરંતુ ટાઈટલ મેચમાં પહોંચ્યા પછી ટ્રોફી જીતવામાં માત્ર 79 રન ઓછા પડી ગયા હતા.
Although our Under-19 boys may have fallen short in the finals against Australia, their journey has left an indelible mark of inspiration.
— Jay Shah (@JayShah) February 11, 2024
From triumph to tribulation, each match became a testament to the unwavering spirit, determination, and skill of our team.
The entire squad… pic.twitter.com/CKQ6FygsMC
ADVERTISEMENT
આ હાર ભારતીય ચાહકો માટે ઊંડો આઘાત સમાન છે કારણ કે થોડા મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમે ODI વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું અને ચાહકોને આશા હતી કે યુવા ટીમ સતત નિરાશા બાદ તેમને ઉજવણી કરવાની તક આપશે પણ આવું થયું નહીં.
ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લા 9 મહિનામાં ભારતીય ટીમને ત્રણ વખત ટાઇટલ મેચમાં હરાવ્યું છે. ગયા વર્ષે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની હાર સાથે ભારતની હારની ફાઇનલમાં શરૂઆત થઈ છે. હકીકતમાં, ભારતને પ્રથમ વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાની શાનદાર તક મળી હતી. ભારતીય ટીમ સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપના ટાઈટલ મેચમાં પહોંચી હતી પરંતુ ઓવલમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો 209 રનથી પરાજય થયો હતો.
2023 World Cup - India unbeaten throughout the tournament and lost the Final Vs Australia.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2024
U19 World Cup - India unbeaten throughout the tournament and lost the Final Vs Australia. pic.twitter.com/YAXMCG2MIT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની સદીઓને કારણે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં અજિંક્ય રહાણેના 89 રનની મદદથી માત્ર 296 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 270 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારતને જીતવા માટે 444 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 234 રન બનાવી શકી અને સતત બીજી વખત ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ હતી.
ICC ODI વર્લ્ડ કપ 2023
પાંચ મહિના બાદ ફરી એકવાર બંને ટીમો ટાઈટલ મેચમાં આમને-સામને હતી પરંતુ આ વખતે ભારતીય ટીમનો દબદબો હતો. ICC ODI વર્લ્ડ કપ 2023 માં, ભારતીય ટીમે સતત 10 મેચ જીતી હતી પરંતુ અંતિમ તબક્કાને પાર કરતી વખતે ભારતીય ટીમ નિષ્ફળ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું અને છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું.
Australia won all 3 times against India. 🥲 pic.twitter.com/d52SfuTXq6
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 11, 2024
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવી શકી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય બોલરોની સાથે સાથે બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો હતો પરંતુ ફાઇનલમાં બંને બેકફૂટ પર જોવા મળ્યા હતા. જવાબમાં ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ માત્ર 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતનું 12 વર્ષ બાદ ઘરઆંગણે ટાઈટલ જીતવાનું સપનું અધૂરું રહ્યું.
એ બાદ ત્રણ મહિનાની રાહ જોયા બાદ ભારતીય ચાહકોને ફરી એકવાર ઉજવણી કરવાની સુવર્ણ તક મળી હતો. જો ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોત તો ચાહકોને ઉજવણીનો મોકો મળ્યો હોટ પરંતુ કાંગારુ ટીમે એવું થવા દીધું નહીં અને છેલ્લા નવ મહિનામાં ભારતને ત્રીજી વખત ખિતાબ જીતવાથી વંચિત રાખ્યું.
વધુ વાંચો: IND vs AUS: આખરે કેવી રીતે તૂટ્યું ભારતનું પુરસ્કાર જીતવાનું સપનું? આ રહ્યાં હારના 5 મોટા કારણ
અંડર-19 વર્લ્ડ કપ
અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતના સાત બેટ્સમેન બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભારતીય બેટ્સમેનોએ ટોપ-3માં સ્થાન મેળવ્યું હતું, તેમ છતાં બેટ્સમેનોના ફ્લોપ પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી છે જ્યારે ભારતને ચોથી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.