બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fire broke out in Vande Bharat Express going from Bhopal to Nizamuddin, train stopped

BIG NEWS / 'વંદે ભારત એક્સપ્રેસ'માં લાગી આગ, ભોપાલથી દિલ્હી જતા બનાવ બન્યો, યાત્રિકો પણ હતા સવાર, તો જુઓ શું થયું?

Megha

Last Updated: 08:57 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનના કોચ સી-14 માં આગ લાગી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કોચ બેઠેલા તમામ 36 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.

  • ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી
  • આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી 
  • તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. ટ્રેનના કોચ સી-14 કોચમાં બેઠેલા તમામ 36 મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે.

વાત એમ છે કે આજે એટલે કે સોમવાર સવારે, કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 બોગીમાં બેટરીમાં આગ ફાટી નીકળી હતી. રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેન સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા અનુસાર આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર એન્જિન સ્થળ પર હાજર છે.

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જણાવ્યા અનુસાર કોચ સી-14માં બેટરીની નજીક ધુમાડો નીકળ્યો હતો. આ પછી બેટરી બોક્સમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર બીના રેલ્વે સ્ટેશન પહેલા કુરવાઈ કેથોરા ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરો સુરક્ષિત રીતે કોચમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ