final match of IPL 2023 Chennai Super Kings and Gujarat Titans GT two awards Orange Cap Purple Cap Shubman Gill Faf du Plessis Mohammed Shami Rashid Khan
GT નો ડંકો /
IPL ની ફાઇનલ મેચ ભલે ગમે તે ટીમ જીતે પણ આ બે સૌથી ખાસ ઍવોર્ડ તો ગુજરાતને જ મળશે, કશું નહીં કરી શકે CSK
ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPLની ફાઇનલ મેચ પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમે બે મોટા એવોર્ડ પોતાના નામે કરી લીધા છે. ઓરેન્જ કેપ હાલમાં ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પાસે છે.
IPL 2023ની ફાઇનલ માટે સ્ટેજ તૈયાર
ગુજરાતના ખેલાડીઓનું આ વર્ષે શાનદાર પ્રદર્શન
ગુજરાતે બે મોટા એવોર્ડ પોતાના નામે કર્યા
ઓરેન્જ કેપ સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પાસે
આઇપીએલ 2023ની ફાઇનલ માટે સ્ટેજ તૈયાર છે. ગુજરાત ટાઇટન્સ બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો મુકાબલો રવિવારે એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થવાનો છે. આ વર્ષની ફાઇનલ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ આ શાનદાર મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ IPLની ફાઇનલ મેચ પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમે બે મોટા એવોર્ડ પોતાના નામે કરી લીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ મામલે ઘણી પાછળ રહી ગઈ છે.
ગુજરાત ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું
ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમના બેટ્સમેનથી લઈને બોલરો સુધી દરેકનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ ફાઇનલ મેચ પહેલા પોતાના બે એવોર્ડ કન્ફર્મ કરી લીધા છે. આ એવોર્ડ ઓરેન્જ કેપ અને પર્પલ કેપનો છે. ઓરેન્જ કેપ હાલમાં ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ પાસે છે. ગિલે આ વર્ષે 16 મેચમાં 851 રન બનાવ્યા છે. તેના પછી RCBના ફાફ ડુ પ્લેસિસ છે જે 730 રન સાથે બીજા ક્રમે છે અને તેની ટીમ IPLમાંથી બહાર છે. ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમ છે, જેના વતી ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા છે. કોનવે 625 રન સાથે આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. કોનવે ઇચ્છે તો પણ આગામી મેચમાં ગિલને હરાવી શકશે નહીં, કારણ કે તે હજુ પણ તેની પાસેથી 226 રન પાછળ છે, જે એક મેચમાં બનાવવા અશક્ય કામ છે. એકંદરે ઓરેન્જ કેપ આ વર્ષે શુભમન પાસે રહેવાની ધારણા છે.
પર્પલ કેપની યાદીમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ટોપ 3માં
આ સિવાય હવે પર્પલ કેપની વાત કરીએ તો આ સિઝનમાં પર્પલ કેપની યાદીમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ટોપ થ્રીમાં હાજર છે. પ્રથમ સ્થાને મોહમ્મદ શમી (28 વિકેટ), બીજા સ્થાને રાશિદ ખાન (27 વિકેટ) અને ત્રીજા સ્થાને મોહિત શર્મા (24 વિકેટ) છે. આ સિવાય CSK તરફથી તુષારદેશ પાંડે આ યાદીમાં 21 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને છે, જેને શમીને હરાવવા માટે હજુ 8 વિકેટની જરૂર પડશે. ટી-20 મેચમાં 8 વિકેટ મેળવવી કોઈપણ બોલર માટે આસાન કામ નથી. આવી સ્થિતિમાં પર્પલ કેપ પર પણ આ ત્રણમાંથી એક ખેલાડીનો કબજો રહેશે. તો પર્પલ કેપ પણ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના નામ પર રહેશે.