બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / fight in the middle of IPL 2024 Ruckus in Mumbai vs Gujarat match! Rohit-Hardik's fans clash

GT vs MI / મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે મારામારી, એકનો કોલર પકડી 5-7 લોકો ફરી વળ્યા, ગડદાપાટુનો વીડિયો વાયરલ

Megha

Last Updated: 08:56 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી પરંતુ મેચ દરમિયાન મુંબઈ અને ગુજરાતનાચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા.

ગઇકાલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને એ દરમિયાન ચાહકો એકબીજા સાથે લડી પડ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈની મેચ દરમિયાન ગેલેરીમાં હાજર મુંબઈ અને ગુજરાતનાચાહકો એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન લોકો લાતો અને મુક્કા મારતા નજર આવ્યા હતા તો કેટલાક લોકો ઝઘડાને ઉકેલવા દરમિયાનગીરી કરતા જોવા મળ્યા હતા.

ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં શુભમન ગીલની આગેવાનીમાં ગુજરાતની ટીમે 6 રનથી જીત મેળવી હતી.પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 6 વિકેટના નુકસાને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 162 રન જ બનાવી શકી હતી.

મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાહકો એકબીજાને મારી રહ્યા છે. IPL મેચની વચ્ચે શા માટે આ લડાઈ થઈ? તેનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં ઘૂસી આવ્યો શ્વાન, પછી જોવા જેવી થઈ

જાણીતું છે કે મેચ દરમિયાન કરોડો ચાહકોની નજર હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા પર હતી. જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે ત્યારથી બંને ખેલાડીઓના ચાહકો સોશિયલ મીડિયા પર ટકરાતા જોવા મળી રહ્યા છે. હવે સોશિયલ મીડિયાની લડાઈ સ્ટેડિયમ સુધી પહોંચી ગઈ હોય એવું લાગી રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ