બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / Fight in India-Pakistan football match, players got into scuffle with coach, VIDEO

આતા માજી સટકલી / VIDEO: મેદાનની વચ્ચે જ સામસામે આવી ગયા ભારત-પાકિસ્તાનના ખેલાડી, રેફરી ન આવ્યા હોત તો થઈ જાત મારામારી

Megha

Last Updated: 10:20 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SAFF ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ફૂટબોલ ટીમો આમને-સામને હતી ત્યારે ભારતીય કોચ ઇગોર સ્ટીમિક અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો

  • ભારતીય ફૂટબોલ ટીમે પાકિસ્તાનને 4-0થી હરાવી
  • ફૂટબોલ મેદાનમાં ભારતીય કોચ અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝઘડો
  • બોલાચાલીનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે

ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશીપ 2023ની બીજી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શુભારંભ કરી દીધો છે. શ્રી કાંતીરવા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રીએ હેટ્રિક ફટકારી હતી.  SAFF ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાનની ફૂટબોલ ટીમો આમને-સામને હતી અને આ મેચમાં ભારતીય ટીમ પહેલા હાફ સુધી 2-0થી આગળ હતી એ સમયે જ ફૂટબોલ મેદાનમાં દંગલ જોવા મળ્યું હતું. 

બોલાચાલીનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે
વાત એમ છે કે જ્યારે ભારતીય કોચ ઇગોર સ્ટીમિક અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો હતો. મેચની 45મી મિનિટે ભારતીય કોચની પાકિસ્તાની ખેલાડી સાથે ઝઘડો થયો હતો. હાલ તેનો વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોવા મળે છે એક જ્યારે પાકિસ્તાની ખેલાડી મેચમાં બોલ ફેંકી રહ્યો હતો એ સમયે ભારતીય કોચ ઈગોર સ્ટીમિકે પાકિસ્તાની ખેલાડી પાસેથી બોલ છીનવી લીધો હતો. જે બાદ ભારતીય કોચે પાકિસ્તાની ખેલાડીઓ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે અથડાયા અને મારામારી શરૂ થઈ ગઈ. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ભારતીય ખેલાડીઓ અને પાક.ખેલાડીઓ વચ્ચે બોલાચાલી 
ફર્સ્ટ હાફના અંતે ભારતીય ટીમના કોચ ઈગોર થિતિમાક અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. પાકિસ્તાનનો અબ્દુલ્લાહ ઈકબાલ થ્રો-ઈનની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે અત્યંત અનુભવી કોચ સ્ટીમાકે દરમિયાનગીરી કરી હતી. સ્ટીમાકે આ બોલને ખેલાડી પાસેથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની પાકિસ્તાનના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે નિંદા કરી હતી. રેફરી પ્રજ્વલ છેત્રી અને અન્ય મેચ અધિકારીઓને બંને પક્ષોને અલગ કરવા માટે દખલ કરવી પડી હતી. આ પછી સ્ટિમેકને રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ કારણ કે ફૂટબોલના નિયમો અંતર્ગત આ સજા જાણી જોઈને વિરોધી ખેલાડીની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાની છે. આ પછી સ્ટિમેક આખી મેચ ત્યાં ટકી શક્યો નહતો અને મહેશ ગવલીએ આ કામ સંભાળી લીધું હતુ.

આ સજા મળી 
ભારતીય કોચ ઇગોર સ્ટીમિક અને ટીમ મેનેજરને રેફરીએ રેડ કાર્ડ બતાવ્યું હતું. સાથે જ પાકિસ્તાની કોચને યલો કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. આ સાથે ભારતના ડિફેન્ડર સંદેશ ઝિંગન અને પાકિસ્તાનના મિડ ફિલ્ડર રહીસ નબીને પણ યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.

પાક.ટીમ એક પણ ગોલ ન કરી શકી
ભારત માટે સુનીલ છેત્રીએ 10મી મિનિટે અને ત્યાર બાદ 16મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. બીજા હાફમાં સુનિલ છેત્રીએ 74મી મિનિટે ગોલ ફટકારીને હેટ્રિક પુરી કરી હતી. તે પછી ઉદંતા સિંહે 81મી મિનિટમાં ગોલ કર્યો હતો. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક પણ ગોલ કરી શકી નહોતી.

ભારત આઠ વખત જીતી ચૂક્યું છે ટાઈટલ 
14મી એસએએફએફ ચેમ્પિયનશિપને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારતને ગ્રુપ એમાં કુવૈત, નેપાળ અને પાકિસ્તાનની સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ બીમાં લેબનોન, માલદીવ, ભૂટાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ભારત આઠ વખત એસએએફએફ કપનું ટાઇટલ જીતવામાં સફળ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ