બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fierce fire in firecrackers market, 9 people including fireman got burnt, video of chaos in the market goes viral

મથુરા / ફટાકડા બજારમાં ભીષણ આગ, ફાયરમેન સહિત 9 લોકો દાઝ્યા, બજારમાં મચેલી અફરાતફરીનો વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 07:47 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મથુરા શહેરના ગોપાલબાગમાં બપોરનાં સમયે અચાનક જ ફટાકડા બજારમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આગ એટલી વિકરાળ હતી કે ફાયરમેન સહિત નવ લોકો ઘાયલ થયા હતા. જેઓને તાત્કાલી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

  • મથુરાનાં ગોપાલબાગમાં ફટાકડાની દુકાનોમાં લાગી આગ
  • આગની ઘટનામાં ફાયરમેન સહિત નવ લોકો ઘાયલ
  • આગ વીજ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું અનુમાન

ઉત્તર પ્રદેશના મથુરા શહેરના ગોપાલબાગમાં રવિવારે ફટાકડા બજારની કેટલીક દુકાનોમાં આગ લાગતાં ફાયરમેન સહિત નવ લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, 'ગોપાલબાગ વિસ્તારમાં ફટાકડાની સાત દુકાનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં નવ લોકો દાઝી ગયા હતા અને ઘાયલ થયા હતા. વીજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે.

માત્ર સાત દુકાનોને જ ફટાકડા વેચવાની મંજૂરી અપાઆઈ હતીઃ પોલીસ
પોલીસે જણાવ્યું કે આ સાત દુકાનોને ફટાકડા વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન મહાવન વિસ્તારના અધિકારી આલોક સિંહે જણાવ્યું હતું કે આ ઘટના રૈયાના ગોપાલબાગમાં આવેલ ફટાકડા બજારમાં બપોરે બની હતી. ઘટના સમયે ફટાકડા બજારમાં ભીડ જોવા મળી હતી અને લોકો ફટાકડાની ખરીદીમાં વ્યસ્ત હતા.

આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી
સિંહે વધુમાં કહ્યું કે આજે તે એક દુકાનમાં ફેલાવાનું શરૂ થયું અને થોડી જ વારમાં આગ બાજુની દુકાનમાં પણ ફેલાઈ હતી. ઘટના સમયે ફટાકડા બજારમાં ભીડ જોવા મળી હતી અને લોકો ફટાકડાની ખરીદીમાં વ્યસ્ત હતા. ઘટના બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ