બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / FBI team in Ahmedabad

સુરત / બિટકોઇન કૌભાંડનો રેલો પહોંચ્યો અમેરિકા, FBIના બે અધિકારીના ગુજરાતમાં ધામા

vtvAdmin

Last Updated: 06:09 PM, 24 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના બિટકોઇન કૌભાંડનો રેલો છેક અમેરિકા સુધી પહોંચી ગયો છે. અમેરિકી એજન્સીઓએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે. FBIના બે અધિકારીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને કૌભાંડી સતિષ કુંભાણીની પૂછપરછ કરી છે.

ઉલ્લેખનીય છે કે, તપાસમાં એવું સામે આવ્યું છે કે બિટકનેક્ટમાં અમેરિકાના નાગરિકોના પણ પૈસા ડૂબ્યા હતા. જે મામલે FBIએ તપાસ હાથ ધરી છે અને સતિષ કુંભાણીની પૂછપરછ કરી છે. ત્યારે પૂછપરછમાં શું બહાર આવ્યું છે તે હજુ રહસ્ય છે. 

નોંધનીય છે કે, ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન અમેરિકાની તપાસ એજન્સી છે. જેને CID ક્રાઈમના અધિકારીઓની હાજરીમાં પૂછપરછ કરી..જે સતિષ કુંભાણીની પૂછપરછ કરવામાં આવી છે તે બિટકનેક્ટ સહિત અનેક ક્રિપ્ટો કરન્સીનો પ્રમોટર છે અને અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 

સુરત: બિટકોઇન કૌભાંડ મામલે સળગતા સવાલો 

જેમાં સતિષ કુંભાણીની પૂછપરછ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ બિટકનેક્ટનું UKમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી સતિષ કુંભાણી એક વર્ષ સુધી ફરાર રહ્યો હતો અને બાદમાં સુરત કોર્ટમાં હાજર થયો હતો. કુંભાણીએ ભારત, થાઈલેન્ડ અને મલેશિયામાં રોકાણ કરાવ્યું હતું. જેમાં તેને અનેક દેશના લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. અને બાદમાં કંપની બંધ કરીને કૌભાંડ આચર્યું હતું.

શું છે બિટકોઇન ?

બિટકોઇન એક વર્ચ્યુઅલ કરન્સી છે. આને એક ઓનલાઇન એક્સચેન્જના માધ્યમથી કોઇ પણ ખરીદી શકે છે. આની ખરીદી અને વેચાણથી ફાયદો લેવા સિવાય ચૂકવણી માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે ભારતમાં એક બિટકોઇનની કિંમત અંદાજિત 65 હજાર રૂપિયા છે. આરબીઆઇએ આના પર પ્રતિબંધ લગાવ્યો છે. સેન્ટ્રલ બેંકના નિર્ણય હેઠળ બેન્ક અથવા ઇ-વોલેટ દ્વારા બિટકોઇનને નહીં ખરીદી શકાય.

VIDEO: બિટકોઇન કૌભાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ આવકવેરા ખાતુ થયું સક્રિય


આ નિર્ણય ક્રિપ્ટોકરન્સીની વધતી છેતરપિંડીના મામલા બાદ લેવામાં આવ્યો છે. આરબીઆઇએ બેંક સહિત તમામ નિયમિત ક્ષેત્રોથી બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સી નાણામાં લેવડ-દેવડ કરનારી કંપનીઓ સેવા નહીં આપવા વિશે કહ્યું હતું. ગ્રાહકોના હિતોની રક્ષા અને મની લોન્ડ્રીંગ પર લગામ લગાવવાના ઇરાદે કેન્દ્રિય બેંક દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ