બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Farmers trouble while harvesting mangoes in Surat Tension spread of this disease in the fruit

મુશ્કેલી / સુરતમાં કેરીનો પાક કરતાં ખેડૂતો મુશ્કેલીમાં: ફળમાં આ રોગ ફેલાતા વધ્યું ટેન્શન

Kishor

Last Updated: 09:15 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કેરીનું વાવેતર કરનારા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાલુ વર્ષે સુરતમાં કેરીના પાકમાં મધિયા નામના રોગનો ઉપદ્રવ વધ્યો છે. તેમજ ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું નોંધાયું છે. જેથી ખેડૂતોને કેરીના પાકમાં 30 થી 35 ટકા જેટલું નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે.

  • સુરતના ખેડૂતોની મુશ્કેલમાં વધારો
  • રોગના ઉપદ્રવથી કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલી વધી
  • કેરીમાં મધિયા નામના રોગે મોકણ સર્જી

વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનું મોટા પાયે ઉત્પાદ થાય છે પરંતુ હવે સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીનું ઉત્પાદન કરે છે. તેવામાં ચાલુ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. બદલાતા વાતાવરણને કારણે આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોએ મોંઘી દાટ દવાનો ખર્ચો વધ્યો છે. જેથી આ વર્ષ ખોટમાં જશે તેવા ભણકારા વાગી રહ્યા છે. મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયો એટલે કે મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય એટલે રાખમાં પરિવર્તિત થતું હોવાથી કેરીના પાકને નુકશાન કરે છે.

કેરીના પાકમાં ખોટ જવાની ભીતિ

આ અંગે માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ખેડુત ઇદ્રિશભાઈ મલેકને ખેતરમાં 1200 જેટલા આંબા છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના આંબાઓના પાન કાળા પાડી રહ્યા છે. અને આંબાનો મોર ખરી રહ્યો છે. ખેડૂતે આ બાબતે માહિતી મેળવતા આ રોગનું નામ મધીયો હોવાનું જાણવા મળ્યું હતું. આ રોગનો નાશ કરવા ખેડૂતે અત્યાર સુધીમાં ૩૫ હજાર રૂપિયા દવા પાછલ ખર્ચ્યા છે. ખેડુતને આ વર્ષે કેરીના પાકમાં ખોટ જશે તેવું લાગી રહ્યું છે.

રોગે વધારી ખેડૂતોની ચિંતા

તો બીજી તરફ આ વર્ષ બરોબર ઠંડી નહિ પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સીઝનમાં ભાવ નહિ મળે તેવું લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે બદલાયેલા વાતવરણ ને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં પલટાના કારણે શાકભાજી અને બગાયતી પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. માંગરોળના ખેડૂતોએ  આંબાની કલમો લગાવી હતી અને હવે આંબા પર મોર આવ્યો ત્યારે વાતાવરણમાં સતત બદલાવ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ