Team VTV01:39 PM, 21 Dec 20
| Updated: 01:54 PM, 21 Dec 20
કેન્દ્રના કૃષિ કાયદાઓ પર થઇ રહેલા વિરોધ વચ્ચે સરકાર સતત પોતાના દાવાઓ સાબિત કરી રહી છે ત્યારે ખેડૂત અગ્રણીએ સરકારના દાવાઓ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
આજે આંદોલનકારીઓ કરશે ભૂખ હડતાળ
સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો
સરકારના દાવા પર ખેડૂત અગ્રણીએ ઉઠાવ્યા સવાલ
ખેડૂતો અડગ
કૃષિ કાયદાઓને લઈને હાલમાં સકરાર અને ખેડૂતો વચ્ચે કોઈ વાતચીત થઇ રહી નથી ત્યારે 26 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજથી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોએ સાફ કરી દીધું છે કે કાયદા રદ ન થાય ત્યાં સુધી કોઈ વાતચીત કરવામાં આવશે નહીં અને સરકાર કહી રહી છે કે તમારા દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે પણ કાયદા પાછા નહીં લેવાય.
સરકારના દાવાની ખોલી પોલ
જ્યાં એક તરફ સરકાર વિવિધ દાવાઓ કરી રહી છે અને કહી રહી છે કે મોદી સરકારના કાળમાં ખેડૂતો માટે મોટા મોટા કામ કરવામાં આવ્યા છે ત્યાં બીજી તરફ ખેડૂતોના અગ્રણીએ સરકારના પોકળ દાવાઓની પોલ ખોલી છે. સરકારના દાવાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાકની કિંમત ઘટી અને આવક બે ગણી થઇ ગઈ ? આ તે કેવું ગણિત છે ?
બધી વસ્તુઓના ભાવ વધી ગયા અને કહો છો કે આવક બમણી ?
રાકેશ ટીકૈતે કહ્યું કે પહેલા અનાજનો રેટ 3500 રૂપિયા હતો અને હવે તે 1500માં વેચાઈ રહ્યા છે. ખાતરની કિંમ્મત પણ વધી ગઈ છે અને જે ચીજવસ્તુઓની જરૂર પડે તે બધાની કિંમત વધી ગઈ છે. ડીઝલનાં ભાવ વધી ગયા છે અને સામે પાકનાં ભાવ તો ઘટી ગયા છે. તો આ ફોર્મ્યુલા સમજમાં નથી આવી રહી કે ખર્ચા વધી ગયા અને રેટ ઘટી ગયા તોય આવક બમણી ? આ કેવું ગણિત છે ? મારી એ માસ્ટર સાથે મુલાકાત કરાવો જે જ્યાં આ ગણિત ભણાવવામાં આવે છે.
નોંધનીય છે કે મોદી સરકાર વારંવાર દાવો કરવામાં આવે છે કે આ સરકારના કાર્યકાળમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવી રહી છે જેના પર ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
સરકારની જીદ છે તો અમે પણ અડગ છીએ : ટિકેત
દિલ્લીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ ઓફિસમાં કૃષિ કાયદા સમર્થક ખેડૂતોનું ભોજન બને છે અને જે લોકો કાયદાના સમર્થનમાં આંદોલનની વાત કરે છે તેમને પૈસા મળી રહ્યા છે તેવો આરોપ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમે એક મહિનાથી ઈચ્છીએ છીએ કે સરકાર વાત કરે. ખેડૂતો બેઠક કરવા માટે તૈયાર છે તો કૃષિ મંત્રી આવે અને ચર્ચા કરે. સરકારનો પત્ર મળશે તો અમે જવાબ આપીશું. પરંતુ સરકાર પોતાની જીદ પર છે તો અમે પણ અડગ છીએ અને કહી રહ્યા છીએ કે કાયદો પાછો ખેંચે
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર 1 કે 2 દિવસમાં ખેડૂતો સાથે કરશે વાતઃ શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં કહ્યું કે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર 1 કે 2 દિવસમાં પ્રદર્શનકારીઓના સમૂહ સાથે માંગ પર વાતચીત કરી શકે છે.
સરકારે લખ્યો પત્ર
સરકારની તરફથી આંદોલન કારી ખેડૂતોને એક પત્ર મોકલવામાં આવ્યો છે અને વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્રમાં કેન્દ્રની તરફથી ખેડૂત નેતાઓની બેઠકની તારીખને લઈને સૂચનો માંગવામાં આવ્યા છે. પત્રના આધારે સરકાર ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર છે. સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 40 ખેડૂત સંગઠનોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કેન્દ્ર ખેડૂતોની દરેક ચિંતાનું સમાધાન લાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.