ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / farmers can earn benefit by cultivating these green vegetable in month of april

ફાયદાની વાત / એપ્રિલમાં ખેડૂતો કરી શકે છે આ શાકભાજીની ખેતી, થશે બમ્પર કમાણી

Published By: Vikram Mehta

Last Updated: 10:00 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં લીલા શાકભાજીની માંગ ખૂબ જ વધારે છે, પરંતુ તેની સરખામણીએ લીલા શાકભાજીનું ઉત્પાદન ઓછું છે. એપ્રિલ મહિનામાં લીલા શાકભાજીની ખેતી કરીને સારો નફો કમાઈ શકાય છે.

ADVERTISEMENT

  • ભારતમાં લીલા શાકભાજીની માંગ વધારે.
  • લીલા શાકભાજીની ખેતીથી વધુ નફાની કમાણી.
  • એપ્રિલ મહિનામાં આ શાકભાજીની કરો ખેતી.

ભારતમાં અનેક પાકની કાપણી થવા લાગી છે. આવનારા 2-3 મહિનાઓમાં ખેતર ખાલી રાખવાની જગ્યાએ લીલા શાકભાજીની ખેતી કરી શકાય છે. ભારતમાં લીલા શાકભાજીની માંગ ખૂબ જ વધારે છે, પરંતુ તેની સરખામણીએ લીલા શાકભાજીનું ઉત્પાદન ઓછું છે. ખેડૂતો એપ્રિલ મહિનામાં લીલા શાકભાજીની ખેતી કરીને સારો નફો રળી શકે છે. 

પાલકની ખેતી

ગરમીમાં પાલકની માંગમાં વધારો થાય છે. પાલકમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે ઉપરાંત આરોગ્યને અન્ય પ્રકારના લાભ પણ પ્રદાન કરે છે. એપ્રિલ મહિનામાં પાલકની ખેતી કરનાર ખેડૂત શાનદાર નફો કમાઈ શકે છે.

કોબીજ

લોકોને કોબીજ ખૂબ જ પસંદ છે. કોબીજમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેટરી ગુણોને કારણે ગરમીમાં આ શાકભાજીની માંગમાં વધારો થાય છે. ઉપરાંત અન્ય શાકભાજી સાથે મિશ્ર કરીને પણ અલગ અલગ પકવાન બનાવી શકાય છે. એપ્રિલ મહિનામાં કોબીજની ખેતી કરીને સારી કમાણી અને નફો મેળવી શકાય છે.

કોળુ

આખા વર્ષ દરમિયાન કોળાની ખેતી કરવામાં આવે છે. ગરમીની સીઝનમાં કોળાથી સારું ઉત્પાદન થાય છે, તે માટે વધુ જમીનની જરૂર રહેતી નથી. કોળામાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, ફાઈબર, સોડિયમ અને ફોલેટ જેવા પોષકતત્વો રહેલા છે. કોળામાં વિટામીન સી, વિટામીન ઈ જેવા ગુણ રહેલા છે, જે ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભકારી છે.

ફુલાવર

કોઈપણ ઋતુમાં ફુલાવરની ખેતી કરી શકાય છે. માર્ચ અને એપ્રિલમાં ફુલાવરની ખેતી કરવાથી વધુ કમાણી કરી શકાય છે. ગરમીમાં ફુલાવરનું વધુ ઉત્પાદન કરવામાં આવતું નથી, આ કારણોસર તે સમયે તેના ભાવ પણ વધુ હોય છે. માર્ચ અને એપ્રિલમાં ફુલાવરની ખેતી કરવી તે એક સારો વિકલ્પ હોઈ શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Agriculture News Khedut News Kisan News cultivating these vegetable in april green vegetable Kheti લીલા શાકભાજીની ખેતી ફાયદાની વાત

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ