બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / Farmers can apply on the i-Khedoot portal to get assistance

જાણી લો / ખેડૂતો માટે ગુડ ન્યૂઝ: ખેતીકામમાં ઉપયોગી સાધન સહાયની અરજી આ તારીખથી સ્વીકારાશે, જુઓ કયા ઘટકોમાં મળશે સહાય

Dinesh

Last Updated: 08:02 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતીકામ માટે ઉપયોગી તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પંપસેટ સહિતના ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

  • તાડપત્રી, પંપસેટ સહિતમાં સહાય મેળવવા માટે અરજી કરો
  • સહાય મેળવવા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
  • તા. 7મી ઓગષ્ટ 2023થી અરજીઓ સ્વીકારવામાં આવશે


રાજ્ય સરકાર કેટલીક યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે, અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. ખેતી કામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તા. 7 ઓગષ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે, તેમ ગુજરાત રાજ્ય ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

ખેડૂતોની આ યોજના માટે મોદી સરકારે આપ્યા 50 હજાર કરોડ, જાણો કઈ રીતે તમને પણ  મળી શકે છે લાભ | prime minister sinchai yojana how can i apply for pradhan  mantri sinchai

07 ઓગષ્ટ સુધી અરજી કરો
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07 ઓગષ્ટ, 2023ને સોમવારના રોજ સવારે 10.30 કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

અખાત્રીજને ધ્યાને રાખી ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, બાગાયત ખાતાની  વિવિધ સહાય યોજનાઓનો લાભ હવે એક ક્લિકમાં |Farmer oriented decision of  Gujarat government ...

વહેલા તે પહેલાના ધોરણે
ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ