બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are happy as the highest price of wheat is quoted in Himmatnagar market yard

SHORT & SIMPLE / ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર ઘઉંનો આટલો ઊંચો ભાવ બોલાયો: ખેડૂતોમાં ખુશીનો માહોલ

Malay

Last Updated: 03:16 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરના માર્કેટિંગ યાર્ડમાં ઈતિહાસમાં પ્રથમ વખત ઘઉંનો ભાવ પ્રતિ મણે 900 રૂપિયાને પાર બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 

  • ઘઉંનો ઉચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો મહોલ 
  • ખેડૂતોના ઘઉંનો ભાવ 901 રૂપિયા બોલાયો 
  • સારા ભાવને કારણે યાર્ડ ઘઉંના પાકથી ઉભરાયું

હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો સૌથી ઉંચો ભાવ બોલાતા ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે. ઈતિહાસમાં પહેલીવાર હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો ભાવ 900ને પાર બોલાયો છે.  આજે માર્કેટયાર્ડમાં ખેડૂતોના ઘઉંનો ભાવ 901 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યો છે. અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડ ખાતે ઘઉં વેચવા આવ્યા છે. 

ઘઉંની આવક પણ વધી
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવક પણ વધી છે. આજે માર્કેટયાર્ડમાં 14000થી વધારે બોરીની આવક થઈ છે. આમ તો ખેડૂતોને આટલા બધા ભાવની આશા ન હતી, પરંતુ અત્યારે સૌથી વધુ 901 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી બાજુ, હજુ પણ આવક અને ભાવ વધવાની આશા છે. આપને જણાવી દઈએ કે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં બે દિવસ પહેલા જાહેર હરાજી ઘઉંનો 836 ભાવ બોલાયો હતો. તે સમયે યાર્ડમાં 8 હજારથી વધુ ઘઉંની બોરીની આવક નોંધાઈ હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ