બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Fans React After Indian Players Drop Easy Catches

મેચમાં જબરું બન્યું / VIDEO : કોહલીએ મહિલાના ઈશારે લગાવ્યાં ઠુમકા, 'ધનશ્રીની યાદ'માં ખોવાયો અય્યર, છોડ્યા આસાન કેચ

Hiralal

Last Updated: 10:08 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં નેપાળ સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ટીમ ઈન્ડીયાની મોટી ભૂલ સામે આવી હતી અને જેને કારણે નેપાળી ટીમને મોટો સ્કોર કરવાની તક મળી ગઈ.

  • નેપાળ સામેની મેચમાં કોહલીએ વિદેશી મહિલાના ઈશારે કર્યો ડાન્સ 
  • કોહલીએ સાવ આસાન કેચ છોડ્યો
  • શ્રેયર અય્યર અને ઈશાન કિશને પણ છોડયો કેચ 

સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સોમવારે નેપાળ સામે એશિયા કપ 2023ની મેચ દરમિયાન પ્રખ્યાત નેપાળી ગીત 'કુટૂ મા કુટૂ' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જોકે આ કોહલી માટે આ દિવસ ખૂબ ખરાબ ગયો હતો. બીજી ઓવરમાં કોહલીએ ઓપનર આસિફ શેખનો સરળ કેચ છોડ્યો હતો અને જીવતદાન મળી જતા તેણે 97 બોલમાં શાનદાર 58 રન બનાવ્યા હતા. સ્ટેડિયમમાં કુટૂ મા કુટૂ' ગીત વાગતાં મોટી સંખ્યામાં નેપાળી ચાહકો આનંદથી નાચી ઉઠ્યા હતા. કોહલી પણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બહાર ઊભો રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોહલી વિદેશી મહિલાને જોઈને સ્ટેપ્સ બતાવી રહ્યો છે. નેપાળની મહિલાએ ઈશારો કરતાં કોહલી પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 

બિનઅનુભવી બેટ્સમેનો સામે કાચા પડ્યાં ભારતના દિગ્ગજ ખેલાડીઓ 
ભારત સામે નેપાળની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી, જેમાં તેના બિનઅનુભવી બેટ્સમેનોએ નિષ્ણાત ભારતીય ખેલાડીઓને હંફાવી દીધા હતા. ઓપનર આસિફ શેખ (97 બોલમાં 58) અને સોમપાલ કામીએ (56 બોલમાં 48) શાનદાર ઇનિંગ રમીને નેપાળે 48.2 ઓવરમાં 230 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. કુશલ ભુર્તેલે (25 બોલમાં 38 રન) પણ સારી ઇનિંગ રમી હતી. 

શ્રેયર અય્યર ચૂક્યો નેપાળના ઓપનરનો કેચ  
મોહમ્મદ શમી ભારત માટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેનો છઠ્ઠો બોલ નેપાળના ઓપનર કુશલ ભુર્તેલના બેટની બહારની ધાર પર વાગ્યો અને સ્લિપ તરફ ગયો. બીજી સ્લિપ પર ઊભેલા શ્રેયસ અય્યરે જમણી તરફ ઝૂકીને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. અય્યર એક આસાન કેચ ચૂકી ગયો. ઉલ્લેખનીય છે કે નેપાળના ઓપનરનો કેચ છોડી મૂકનાર શ્રેયર અય્યરની ફેન્સે મજાક ઉડાવી હતી. ફેન્સે કહ્યું કે અય્યર કદાચ ધનશ્રીની યાદમાં ખોવાયો હશે એટલે તેણે કેચ છોડી મૂક્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ