બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Fake cumin business busted in Unjha: Cement-sand added to fennel, housewives asked to take action

પ્રતિક્રિયા / ઉંઝામાં નકલી જીરુંના કારોબારનો પર્દાફાશ: સિમેન્ટ-રેતી ઉમેરી વરિયાળી અપાય છે, ગૃહિણીઓએ કહ્યું કાર્યવાહી કરો

Vishal Khamar

Last Updated: 08:22 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાનાં ઉંઝામાં નકલી જીરૂ બનાવવાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. ત્યારે ગાંધીનગર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરીને નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ બાબતે ગૃહિણીઓએ શું પ્રતિક્રિયા આપી તે જાણીએ.

  • મહેસાણાના ઉંઝામાં નકલી જીરું બનાવવાના કારોબારનો પર્દાફાશ
  • નકલી જીરું મામલે અમદાવાદની ગૃહિણીઓની પ્રતિક્રિયા
  • આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઇએ:ગૃહીણી
  • સરકારે ખાદ્યચીજ વસ્તુઓમાં નિયમ કડક કરવા જોઈએ:ગૃહિણી

મહેસાણાનાં ઉંઝામાં નકલી જીરૂ બનાવવાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. ત્યારે સિમેન્ટમાં રેતી અને અન્ય પદાર્થો ઉમેરી નકલી જીરૂ તૈયાર થાય છે. આ નકલી જીરૂ બાબતે અમદાવાદની ગૃહિણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં ગૃહિણીઓએ નકલી જીરૂ બનાવનાર સામે કાર્યવાહિની માંગ કરી છે. તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહિ થવી જોઈએ તેમ પણ જણાવ્યું છે. સરકારે ખાદ્યચીજ વસ્તુઓમાં નિયમ કડક કરવા જોઈએ અને આવા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ.

જીરુંમાં ભેળસેળ કેમ?
ઊંઝાનું જીરૂ આખા એશિયામાં વખણાય છે. જેથી ઊંઝાનું જીરૂ લોકોની પહેલી પસંદ છે. તેમજ ઊંઝાનાં જીરાની બહુ માંગ છે. બનાવટી જીરૂથી જીરૂનાં ઉંચા ભાવ મેળવવા શોર્ટકટ. જીરૂ કરતા વરિયાળી સસ્તી હોય છે. વરિયાળીની સાઈઝ અને જીરૂની સાઈઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની રહે છે. વરિયાળી પર પ્રોસેસ કરીને જીરૂ બનાવી લેવાય છે. ઊંઝાની જાણીતી બ્રાન્ડનાં નામે પણ બનાવટી જીરૂ વેચાય છે. અસલી જૂરી સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે. લોકોનો જીરૂનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ થતી નથી. 

નકલી જીરૂ બાબતે ગૃહિણીઓની પ્રતિક્રિયા
આ બાબતે ગૃહિણીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે માર્કેટમાં જીરૂ લેવા જઈએ ત્યારે ડુપ્લીકેટ જીરૂ છે કે નહી તે ખબર નથી પડતી. તેમજ અન્ય એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ. તેમજ નકલી જીરૂ બનાવનાર સામે કડક પગલા ભરવા જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ