બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / બિઝનેસ / વિશ્વ / facebook says blocked hashtag calling for pm narendra modi resignation by mistake

રાજકારણ / ફેસબુકે PM મોદી વિરુદ્ધના આ હેશટેગને કલાકો સુધી બ્લોક કર્યુ, ટીકા થતા આપ્યો આવો ખુલાસો

Dharmishtha

Last Updated: 08:44 AM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર #રીઝાઈનમોદી લખીને કરેલી પોસ્ટ ફેસબુકે બ્લોક કરી દીધી.

  • #રીઝાઈનમોદી લખીને કરેલી પોસ્ટ ફેસબુકે બ્લોક કરી 
  • ભારે ટીકા થયા બાદ ગુરુવારે ફેસબુકે સફાઈ આપી 
  • ફેસબુકે કહ્યું  આવુ ભૂલથી થયું

#રીઝાઈનમોદી લખીને કરેલી પોસ્ટ ફેસબુકે બ્લોક કરી 

ભારતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે તેને અટકાવવાના સરકારના વલણની નાખુશ ફેસબુક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર #રીઝાઈનમોદી લખીને કરેલી પોસ્ટ ફેસબુકે બ્લોક કરી દીધી. આ પોસ્ટો અનેક કલાકો સુધી પ્રતિબંધિત રાખવામાં આવ્યા. અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મે બાદમાં સ્પષ્ટતા કરી કે આવુ ભૂલથી થયું. ત્યારે યુઝર્સે કહ્યું કે આખરે ફેસબુકની પોલ ખુલી ગઈ.

ભારે ટીકા થયા બાદ ગુરુવારે ફેસબુકે સફાઈ આપી 

ભારે ટીકા થયા બાદ ગુરુવારે ફેસબુકે સફાઈ આપી કે તેમણે સરકારના કહેવા પર આ પોસ્ટોને બ્લોક નહોંતી કરી. ખાસ કરીને ફેસબુક પહેલુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી જેણે સરકારની ટીકા કરનારા યુઝર્સની પોસ્ટને સેન્સર કરવાની હિંમત કરી. આ પહેલા સરકારના નિર્દેશ પર ટ્વિટરના કોરોનાથી જોડાયેલી ભ્રામક પોસ્ટ હટાવવામાં આવી હતી. આ અંગે ફેસબુકે નિવેદન આપ્યુ કે તેણે ભૂલથી #રીઝાઈનમોદીને બ્લોક કરી હતી.

 મેસેજ મળ્યા કે આ હૈશટૈગ અને આની સાથે સંબંધિત કન્ટેન્ટ ફેસબુકના કમ્યુનિટી સ્ટેન્ડર્ડની વિરુદ્ધ 

ફેસબુક યુઝર્સના અનુસાર બુધવારે આ હેશટેગ વાળી પોસ્ટને સર્ચ કરવા પર અનેક કલાકો સુધી નજરે નહોંતી પડી. યુઝર્સેને મેસેજ જોવા મળ્યા કે આ હૈશટૈગ અને આની સાથે સંબંધિત કન્ટેન્ટ ફેસબુકના કમ્યુનિટી સ્ટેન્ડર્ડની વિરુદ્ધ છે. એટલા માટે તેને બ્લોક કરી હતી.

બ્લોક પ્રક્રિયા અડધી એઆઈ, અડધી માનવ નિયંત્રિત

ફેસબુકે પહેલાથી આ પ્રકારના પોસ્ટ, કન્ટેટન્ટ કોઈ પણ કારણ વગર બ્લોક કર્યા છે. પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા અડધી કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ(એઆઈ) પર આધારિત છે અને અડધી તેના સ્ટાફ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

સરકારે કહ્યુ કે અમે બ્લોક નથી કરાવી

આઈટી તથા ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયનું કહેવુ છે કે તેમણે ફેસબુક અને આ ટૈશટેગ વાળી પોસ્ટ હટાવવા માટે કોઈ આદેશ નથી આપ્યો. પોતાના ટ્વીટમાં મંત્રાલયે મીડિયા અને તમામ નાગરિકોને નિવેદન પણ કર્યુ કે આ અસાધારણ સંકટના સમયે હાલ મહામારીનો મળીને સામનો કરો.

ટ્વિટરે તો સાંસદ- ધારાસભ્યોના પણ પોસ્ટ હટાવ્યા

સરકારના આદેશ બાદ ટ્વિટરે જે પોસ્ટને પોતાના પ્લેટફોર્મથી હટાવ્યા તેમાં સાંસદો, ધારાસભ્યો અને ફિલ્મ કલાકારોના પણ અનેક પોસ્ટ હતા. એક ઓનલાઈન ડેટાબેસ શોધ એજન્સી લુમેનના જણાવ્યાનુસાર લગભગ 50 પોસ્ટ હટાવવામા આવી. સરકારે કહ્યુ હતુ કે આ પોસ્ટ જૂની, બિનસંદર્ભિક અને ભ્રમ ફેલાવનારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ