બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Excitement in Dakor and Shamlaji on Janmashtami the darshan of Thakorji stopped in the afternoon

થનગનાટ / જન્માષ્ટમી પર ડાકોર અને શામળાજીમાં ધૂમ: બપોર થતાં ઠાકોરજીના દર્શન બંધ થયા, ગોમતી ઘાટ પર ભારે ભીડ, શામળાજીમાં શોભાયાત્રા શરૂ

Kishor

Last Updated: 04:10 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હાલાના જન્મના વધામણાની રળીયામણી ક્ષણની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ડાકોર અને શામળાજી, ગોમતી ઘાટ પર ભારે ભીડ જોવા મળી રહી છે અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • અરવલ્લી : શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી
  • શામળાજી મંદિરમાં 'જય રણછોડ માખણચોર'નો નાદ ગુંજી ઊઠ્યો
  • વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની 
  • શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી

શામળાજી મંદિરમાં 'જય રણછોડ માખણચોર'ના  નાદ સાથે જન્માષ્ટમીની જાજરમાન ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા. વધુમાં આત્યંરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. ભક્તોએ કાન્હાના જન્મની ખુશીને લઈને મંદિર પરિષરમા અબીલ ગુલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા બાદ મંદિર પરત ફરશે. વધુમાં શોભાયાત્રાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

દ્વારકામાં ભારે ભીડ

બીજી બાજુ યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે દોડી ગયા હતા. જેને લઈને દ્વારકામા ભક્તોનો દરિયો ઘૂઘવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વધુમાં ગોમતીઘાટ પર સ્નાન કરવાનું ખૂબ મહત્વ અને માન્યતા હોવાથી ભક્તોએ સ્નાન કરી  ધન્યતા અનુભવી હતી.

મંદિર બપોરે 1 થી 5 બંધ રહેશે. 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ પછી 2.30 વાગ્યા સુધી ભક્તો કરી શકશે. તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રધ્ધા પૂરવક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટઅને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આજે મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ડાકોર મંદિર નયનરમ્ય રોશનીથી શણગારાયું છે. જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત ડાકોરની શેરી- ગલીઓ અને પ્રમુખ માર્ગોને અવનવી લાઈટના જગજગારા સાથે શણગારવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ