બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ex IAS SK Langa s demand to quash FIR hearing in Gujarat High Court today

સુનાવણી / ભ્રષ્ટાચાર કેસ: FIR રદ કરવા પૂર્વ IAS એસ.કે લાંગાની માંગ, આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

Kishor

Last Updated: 07:51 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની રાવ બાદ પૂર્વ IAS એસ.કે લાંગા સામે પોલીસ તપાસ ચાલી રહી છે. આ વેળાએ લાંગાએ પોતાના વિરુદ્ધ થયેલ FIR રદ્દ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની આજે સુનાવણી છે.

  • પૂર્વ IAS એસ.કે લાંગાની હાઈકોર્ટમાં અરજી
  • પોતાના વિરુદ્ધ દાખલ FIR રદ્દ કરવાની માગની અરજી
  • આજે પૂર્વ IAS લાંગાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી

વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ.કે. લાંગા ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ ચર્ચામા આવ્યા છે. તેમણે પોતાના હોદાનો દુરુપયોગ કરીને મળતીયાઓને કરોડોની કિંમતી જમીન પધરાવી દેવા કારસો રચ્યો હતો. જમીનોના ખોટા NA ઊભા કરવા ઉપરાંત સરકારમાં ભરવાની પ્રીમિયમ રકમ સહિતના નિયમના ઉલાળિયો કરી, બિન ખેડૂતોને ખેડૂત તરીકે દર્શાવી સરકાને ધુમ્બો માર્યો હતો. જેની સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેને માઉન્ટ આબુથી દબોચી લીધા છે. હાલ તે રિમાન્ડ પર છે. આ દરમિયાન તેણે ભ્રષ્ટાચાર કેસની FIR રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી
કરોડો રૂપિયાની ગોબાચારીની ફરિયાદ બાદ બાદ પૂર્વ IAS સામે સરકારની તવાઈ ઉતરી છે. ત્યારે આજે પોતાના પર દાખલ ભ્રષ્ટાચાર કેસની FIR રદ કરવાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મહત્વનું છે કે જસ્ટિસ સમીર દવેની કોર્ટમાં સુનાવણી યોજાશે. ફરિયાદના 2 મહિના બાદ એસ.કે.લાંગાની પોલીસે ધરપકડ કરી લીધા બાદ રિમાન્ડની માંગ સાથે લાંગાને કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં એસ.કે.લાંગાના કોર્ટે 17 જુલાઈ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.

કોણ છે એસ.કે.લાંગા?
એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા
લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે
AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે
લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે
ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે
ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એસ.કે.લાંગાની સંપત્તિ કેટલી?
એસ.કે.લાંગા તેમના મળતિયા અને સંબંધીના નામે અઢળક સંપત્તિ
જમીનોના સોદામાં ભાગ પણ રહેતો હતો
અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ અનેક દુકાનો હોવાની ચર્ચા
પરિવારના સભ્યના નામે પણ અનેક પ્રોપર્ટી
રાઇસ મિલમાં ભાગીદારી હોવાની ચર્ચા 

માતરનો મામલો શું હતો?
માતરમાં બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી થયો હતો પર્દાફાશ 
માતર તાલુકાના વિરોજા ગામે ખરીદી હતી જમીન
રેકર્ડ અને કાગળની ચકાસણી દરમિયાન ખોટી રીતે ખેડૂત બન્યાની ચર્ચા 
ખેડૂત બન્યા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ હતી
નોટિસ બાદ લાંગા ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરાઇ હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ