બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Every car must have these gadgets, which will make your car a smart car
Sanjay Vibhakar
Last Updated: 03:18 PM, 12 February 2024
ADVERTISEMENT
તમારી પાસે કાર હોય તો તેમા કેટલાક જરૂરી ગેજેટ્સ હોવા જ જોઈએ. જેથી તમે કેટલીક સમસ્યાઓથી બચી શકો છો. જાણો, આ ગેજેટ્સ વિશે.
કારમાં એર કોમ્પ્રેસર હોવું જોઈએ
એર કોમ્પ્રેસર તમારી કારમાં હોવું જોઈએ. તમે લાંબી યાત્રા માટે જતાં હોય કે પછી ટુંકી યાત્રા પર પણ તમારી કારમાં ટાયર ઇન્ફ્લેટર હોવું જ જોઈએ. જેના કારણે જ્યારે જરૂર પડશે ત્યારે તમે કારમાં હવા ભરી શકશો. એક ટાયર ઇન્ફ્લેટર તમને ઓછામાં ઓછા 2000-4000 રૂપિયામાં મળી જશે.
ADVERTISEMENT
તમારી કારમાં ડેશ કેમેરા હોવો જોઈએ
તમારી કારમાં ડેશ કેમેરો લગાડવાના ઘણા ફાયદાઓ છે. તેનાથી તમે તમારા પ્રવાસનું રેકોર્ડિંગ કરી શકશો. બીજી વાત એ કે તમારી સાથે કોઈ દુર્ઘટના થાય તો તેમા થયેલું રેકોર્ડિંગ પુરાવા તરીકે કામ લાગશે. ડેશ કેમેરો તમારી સુરક્ષા માટે જરૂરી છે.
વાંચવા જેવું: શું વાત છે, માત્ર 10 પૈસામાં એક કિમી દોડશે આ ટુ-વ્હીલર: કિંમત 70 હજાર
કારમાં મીની એર પ્યુરિફાયર લગાવો
આજના સમયમાં કારમાં પહેલાથી જ સારા એર પ્યુરિફાયર લગાડેલા આવે છે. જો તમારી કારમાં એર પ્યુરિફાયર ન હોય તો તમે બજારમાંથી એક યુએસબી સંચાલિત મીની એર પ્યુરિફાયર ખરીદીને તમારી કારમાં લગાવી શકો છો.
હેડ અપ ડિસ્પ્લે
તમે કાર ચલાવતા સમયે તમારી કારનું ડ્રાઇવિંગ પેટર્ન મોનીટર કરવા માંગતા હોય તો તમારે વારંવાર સ્પીડોમીટર અથવા ડિસ્પ્લેમાં જોવાની કોઈ જરૂર નથી. તમે તમારી કારમાં હેડ અપ ડિસ્પ્લે લગાડી શકો છો. આ ડિસ્પ્લે ડેશ બોર્ડ પર લાગે છે. તે તમને ગાડીની સ્પીડ અને માઇલેજ વગેરે બતાવશે. તેની કિંમત 2000-5000 રૂપીયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.