બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Every 5th surgery there is a risk of infection in the body

રિસર્ચ / OMG! દર 5મી સર્જરીએ શરીરમાં રહે છે સંક્રમણનો ખતરો, AIIMSના સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 11:01 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાં દર્દીઓને કેથેટર લગાવતી  વખતે તથા IV લાઈન અથવા ટ્યુબ નાખતી વખતે ચેપ લાગવાનું જોખમ વધી રહ્યું હોવાના તારણો સામે આવ્યા છે.

  • દિલ્હી AIIMSના ડૉક્ટરોનો ચોંકાવનારો દાવો
  • હોસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીઓમાંથી ફેલાતો ચેપ ચિંતાજનક
  • કેથેટર, IV લાઇન અથવા ટ્યુબમાં ચેપનું જોખમ 

એક ડેટા પરથી ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે કે કોઈપણ રોગની સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેથેટર લગાવતી  વખતે તથા IV લાઈન અથવા ટ્યુબ નાખતી વખતે ચેપ લાગવાનું જોખમ વધી શકે છે. હોસ્પિટલના પરિસરમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે દર્દી આ ચેપનો ભોગ બની શકે છે. હોસ્પિટલોમાં ચેપ ઘટાડવા માટે, એઈમ્સ દિલ્હીના સર્વેલન્સ નેટવર્ક સાથે જોડાયેલા 39 કેન્દ્રોના 106 આઈસીયુના ડેટા પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં, લોહીમાં ચેપના કુલ 1747 કેસ અને યુરિન ઈન્ફેક્શનના 539 કેસ નોંધાયા હતા. આ ICU માં જોવામાં આવ્યા છે.'

કરી લેવાય હો ! 2 મહિના બેડ પર સુવાના મળી જશે 2 લાખ રોકડા, જાણો શું છે આ બલા  વળી | Be done! 2 lakhs of cash will be found for sleeping

સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન તરીકે ઓળખાઈ છે

AIIMS દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. જેમાં વિગતો આપતા જણાવ્યું કે બ્લડ ઇન્ફેક્શનના 95 ટકા કેસ દર્દીમાં કેથેટર, IV, સેન્ટ્રલ લાઇન લગાવવાને કારણે થયા છે. દેશભરની હોસ્પિટલોમાં ચેપ ઘટાડવા માટે સર્વેલન્સ નેટવર્ક બનાવાયું જેમાં હોસ્પિટલોના મે 2017 થી જૂન 2023 સુધીના ડેટા પર નજર કરીએ તો બહાર આવ્યું કે લગભગ 4.98 ટકા કેસોમાં દર્દીઓ સર્જરીના સ્થળે, તથા સર્જરી વેળાએ ચેપગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં દરેક પાંચમી સર્જરીમાં, કોઈને ચેપનું જોખમ રહેલું છે. જેને સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવતું હોવાનું ડો. પૂર્વા માથુરે કહ્યું હતું. જેમાં દર્દીને સર્જરી દરમિયાન અથવા ઘરે પાટો લગાવતી વેળાએ થાય છે. 

17 ટકા કેસોમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જવાબદાર
અભ્યાસમા એવું પણ સામે આવ્યું કે બ્લડ ઇન્ફેક્શનને પગલે 44 ટકા લોકોના મોત થયા છે.ICMRના દાવા મુજબ વર્ષ 2017માં 1534 દર્દીઓને ICUમાં દાખલ કરાય બાદ તેઓને બ્લડ ઇન્ફેક્શન હતું. ખાસ વાત તો એ છે કે આમાંથી 44.3 ટકા દર્દીઓ તો 14 દિવસમાં મોતને ભેટ્યા હતા. જ્યારે 40.6 ટકાને હોસ્પિટલમાંથી રજા અપાઈ તથા 3.8 દર્દીઓએ સ્વેચ્છાએ રજા લઈ અથવા અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આમ સર્વેમાં શોધી કાઢવામાં આવ્યું કે જે વધુ હોસ્પિટલમાં દાખલ રહે છે તેને ચેપનું જોખમ રહે છે. ભારતમાં 74 ટકા કેસ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના કારણે થયા છે. લગભગ 17 ટકા કેસોમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને અન્યમાં ફંગલ ઇન્ફેક્શન જવાબદાર હતું. વધુમાં ઘણા બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સની અસર નોંધપાત્ર રીતે ઘટી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ