બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even today Saurashtra is experiencing normal rainy weather

આગાહી / સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘતાંડવ: રાજકોટમાં 5-5 ફૂટ પાણી ભરાયા, ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, આ જિલ્લામાં તો રેડ અલર્ટ

Malay

Last Updated: 12:28 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે. આજે પણ સૌરાષ્ટ્ર પંથકમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આજે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

 

  • સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે મેઘરાજા
  • રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ 
  • ભારે વરસાદથી આજી નદીમાં આવ્યું પૂર
  • નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

રાજકોટમાં અવિરત વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે ખારચિયા ગામમાં 3થી 4 ફૂટ સુધી પાણી ભરાયા છે. પાણીથી બચવા માટે ગામના લોકો ઘરના પહેલા માળે પહોંચ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે સરધાર અને આસપાસના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે.

ભારે વરસાદથી આજી નદીમાં આવ્યું પૂર
રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવ્યું છે. પ્રાચીન શિવાલય રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી ન્યારી-1 ડેમમાં પાણીની આવક થઈ છે. ન્યારી-1 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલાતા નીંચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે 

લાઠીના પંથકમાં જળબંબાકારની સ્થિતિ
અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના લાઠી પંથકમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસતા વરસાદથી લાઠી પંથક પાણી પાણી થઈ ગયો છે. લાઠીના શેખ પીપરીયા, જરખીયામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. જ્યારે જરખીયા ગામમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. બાબરાના પાનસડામાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બાબરા પંથકમાં વરસાદ પડતાં ઠેબી નદી બે કાંઠે વહેતી થઈ છે.

ભાવનગરનું બોરતળાવ છલકાયું
ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બોરતળાવની આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. ગૌરીશંકર સોસાયટી પાણીમાં ડૂબતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોની ઘરવખરી અને અનાજ પલળી ગયું છે. ભાવનગરના સીદસર નજીક આવેલી વાળંદ સોસાયટીમાં પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ફરી વળ્યાં ભારે નુકસાન થયું છે. 

પોરબંદરની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો 
ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, તો ડેમમાં પણ પાણીની આવક થઈ છે. પોરબંદરનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે.  બરડા વિસ્તારમાં આવેલો ખંભાળા ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરાયા છે. રાણાવાવ તાલુકાના 14 ગામને અલર્ટ કરાયાં છે. સાથે જ લોકોને નદીનાં પટથી દૂર રહેવા સૂચનાં આપવામાં છે.

બે જિલ્લાઓમાં જાહેર કરાયું છે રેડ એલર્ટ 
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, જૂનાગઢ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 

આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ