બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Even in America, a grand celebration will be held in 1100 temples during the Pran Pratistha of Ram Temple

તૈયારી / અમેરિકા પણ 'જય શ્રીરામ'થી ગૂંજી ઉઠશે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 1100 મંદિરોમાં કરાશે ભવ્ય ઉજવણી

Priyakant

Last Updated: 10:02 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Mandir Pran Pratishtha Latest News: અમેરિકન મંદિરો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારા ઉજવણીની તૈયારી

  • અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં ઉજવણી
  • રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે
  • અમેરિકાના મંદિરોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ઉજવણીનું આયોજન

Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં પણ ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. અમેરિકાના મંદિરોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ મંદિરોનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું કે, અમેરિકન મંદિરો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારા ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું આ અમારું સૌભાગ્ય અને અમારા માટે આશીર્વાદ છે કે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.

અમેરિકાની હિન્દુ ટેમ્પલ એમ્પાવરમેન્ટ કાઉન્સિલ (HMEC)ના તેજલ શાહે એજન્સીને જણાવ્યું હતું કે, અમેરિકા અને કેનેડામાં દરેક લોકો રામ મંદિરને ખૂબ સમર્પિત છે. ત્યાં મહાન ભક્તિ છે અને દરેક જણ તેમના મંદિરમાં ભગવાન શ્રી રામના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, HMEC યુનાઇટેડ સ્ટેટ્સમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરોનું નેતૃત્વ કરે છે. તેજલ શાહે જણાવ્યું કે ઉત્તર અમેરિકાના નાના-મોટા મંદિરોમાં એક અઠવાડિયા સુધી ચાલનારો ઉત્સવ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરીની રાત્રે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના જીવંત પ્રસારણ સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીના પ્રતિસાદને જોતા એવું માનવામાં આવે છે કે મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હજારો હિન્દુઓ હાજરી આપશે.

PM મોદીની હાજરીમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
નોંધનિય છે કે, 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં વહેલી તકે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રામ મંદિરને લઈને ઘણી માહિતી આપી. તેમણે કહ્યું કે, PM મોદી બરાબર 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ અમે ભગવાન રામલલાના અભિષેક માટે 11:30 સુધીમાં પહોંચી જઈશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ