બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Even if one does not come on time, instead of being embarrassed, the officer shouted

VTV રિયાલિટી ચેક / એક તો સમયસર નથી આવવું છતાં લાજવાને બદલે અધિકારી ગાજ્યા, પોણા 11 વાગ્યે પણ અમદાવાદ RTO કચેરીની ખુરશીઓ ખાલી

Priyakant

Last Updated: 01:50 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTO કચેરીમાં અધિકારીઓને કચેરીમાં આવવાનો સમય 10.30 વાગ્યાનો છે. પરંતુ આજે રિયાલિટી ચેક દરમ્યાન પોણા 11 વાગ્યે પણ અધિકારીઓ કચેરીમાં પહોંચ્યા નહોતા

  • અમદાવાદની RTO કચેરીમાં રિયાલિટી ચેક
  • સરકારી કર્મીઓ સમયને ક્યારે આપશે પ્રધાન્ય?
  • અધિકારીના વાંકે લોકો ક્યાં સુધી હેરાન થશે?
  • રિયાલિટી ચેકમાં સ્ટાફના મોડા આવવા બાબતે અધિકારી લાજવાને બદલે ગાજ્યા
  • રેકોર્ડીંગ ચાલુ કરો તેની પરમીશન લઈને આવવું: અધિકારી

ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીમાં બાબુઓની લાલિયાવાડી સામે આવી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે  અમદાવાદ RTO કચેરીમાં VTVએ આજે સવારે રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં RTO કચેરીમાં અધિકારીઓ સમયસર ઓફિસ ન પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, અધિકારીઓને કચેરીમાં આવવાનો સમય 10.30 વાગ્યાનો છે. પરંતુ આજે રિયાલિટી ચેક દરમ્યાન પોણા 11 વાગ્યે પણ અધિકારીઓ કચેરીમાં પહોંચ્યા નહોતા. તો વળી અમૂક અધિકારીઓ 11 વાગ્યે પણ RTO કચેરી પહોંચ્યા નહોતા. 

અમદાવાદ RTO 

અમદાવાદ RTO કચેરીમાં VTV NEWSનું રિયાલિટી ચેક
VTV NEWSની ટીમ દ્વારા આજે સવારે અમદાવાદ RTO કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સપ્તાહના પ્રથમ દિવસે જ સરકારી બાબુઓની લાલિયાવાડી સામે આવી છે. આજે રિયાલિટી ચેક દરમ્યાન RTO કચેરીમાં અધિકારીઓ સમયસર ન આવતા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓને કચેરીમાં આવવાનો સમય 10.30 વાગ્યાનો હોવા છતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ પોણા 11 વાગ્યે પણ અધિકારીઓ કચેરીમાં પહોંચ્યા નહોતા. 

અધિકારીએ કહ્યું કે, બધા ટાઈમે આવી જ ગયા છે

અધિકારીએ કહ્યું કે, બધા સમયસર આવે છે, જનતાએ કહ્યું કોઈ નથી આવ્યું
VTVના સંવાદદાતાએ જ્યારે હાજર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરને સમગ્ર બાબતે પૂછપરછ કરતાં તેઓ ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યા હતા. અધિકારીએ કહ્યું કે, મારો સમય સાડા દસ વાગ્યાનો છે અને હું મારા ટાઈમે આવી જ ગયો છું. જેથી VTVના સંવાદદાતાએ કહ્યું કે જનતા એ જ કહ્યું છે અને અમારા કેમેરામાં પણ એ દ્રશ્યો કેદ છે કે, RTOનો 50 ટકા સ્ટાફ ટાઈમે નથી આવ્યા. તો અધિકારીએ કહ્યું કે, બધા ટાઈમે આવી જ ગયા છે. 

અરજદારે કહ્યું કે, હું 10 વાગ્યાનો આવ્યો છું.

જેથી ફરી એકવાર VTVના સંવાદદાતાએ કહ્યું કે, જનતાએ જ કહ્યું છે કે, સ્ટાફ સમયસર નથી આવતો. જે બાદમાં અધિકારીને સાથે રાખીને VTVના સંવાદદાતાએ જનતાને પૂછતાં લોકોએ પણ કહ્યું હતું કે, સ્ટાફ સમયસર નથી આવતો.  એક અરજદારે કહ્યું કે, હું 10 વાગ્યાનો આવ્યો છું. અહી કોઈ જ આવ્યું નહોતું. 

રેકોર્ડીંગ ચાલુ કરો તેની પરમીશન લઈને આવવું: અધિકારી

રેકોર્ડીંગ ચાલુ કરો તેની પરમીશન લઈને આવવું: અધિકારી
આજે અમદાવાદ RTOમાં VTVના રિયાલિટી ચેકમાં સ્ટાફના મોડા આવવા બાબતે અધિકારી લાજવાને બદલે ગાજ્યા હતા. જ્યારે જનતાએ જ ખુદ અધિકારી સામે કહ્યું કે, કોઈ સમયસર નથી આવતું. તો અધિકારીએ VTVના સંવાદદાતાને કહ્યું કે, બધી વાત સાચી પણ.. તમે જે આ રેકોર્ડીંગ ચાલુ કરો તેની પરમીશન લઈને આવવાનું. 

કચેરીમાં લાઈટ, પંખા ચાલુ પણ અધિકારીઓ ગાયબ
VTV NEWSની ટીમ દ્વારા અમદાવાદ RTO કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવતા અમૂક અધિકારીઓ 11 વાગ્યે પણ RTO કચેરી પહોંચ્યા નહોતા. નોંધનીય છે કે, અધિકારીઓના સમયસર ન આવવા પર લોકોને થઇ હેરાની રહી છે. તો વળી રિયાલિટી ચેક દરમ્યાન કચેરીમાં લાઈટ, પંખા ચાલુ હતા પણ અધિકારીઓ ગાયબ હતા. 

બહાર લાઇન પણ ચેમ્બર ખાલી 

RTO કચેરીમાં આવતા લોકોને ભારે પરેશાની 
મહત્વનું છે કે, અમદાવાદની RTO કચેરીમાં રોજ 1 હજારથી વધુ લોકો પાકા લાઈસન્સ માટે આવે છે. હજારો લોકો કચેરીએ આવવા છતાં અધિકારીઓ કામચોરી કરતાં હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તો વળી આજે VTV NEWSની ટીમ દ્વારા અમદાવાદ RTO કચેરીમાં રિયાલિટી ચેક દરમ્યાન સમય પર હાજર ન થવાનો પ્રશ્ન પૂછતા અધિકારીએ ગોળગોળ જવાબ આપ્યા હતા. 

વડોદરા-સુરતમાં પણ VTV NEWSનું રિયાલિટી ચેક
ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીમાં બાબુઓની લાલિયાવાડી સામે આવી છે. જોકે આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વડોદરા અને સુરતની સરકારી કચેરીઓમાં VTVએ આજે સવારે રિયાલિટી ચેક કર્યું હતું. VTVના રિયાલિટી ચેકમાં અધિકારીઓની ગેરહાજરી જોવા મળી હતી. આ દરમિયાન વડોદરામાં જાહેર બાંધકામ વિભાગ, સિટી સરવે અને કાર્યપાલક ઈજનેર 10.30 વાગ્યા સુધી ઓફિસ પહોંચ્યા ન હતા. આ તરફ સુરતમાં પણ જિલ્લા કલેક્ટર કચેરીમાં કોઈ અધિકારી સમયસર ન આવ્યા. મહત્વનું છે કે, સવારે 10.30 કલાકે કચેરીમાં અધિકારીઓએ હાજર થવાનું હોય છે.  

વડોદરા-સુરતમાં પણ VTV નું રિયાલિટી ચેક 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ